Rahul Gandhi on BJP: કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને બીજેપી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, આ લોકો હિંદુ નથી, તેઓ ફક્ત હિંદુ ધર્મનો ઉપયોગ કરે છે. તેમણે કોગ્રેસની મહિલા વિંગ ‘અખિલ ભારતીય મહિલા કોગ્રેસ’ના સ્થાપના દિવસ સમારોહમાં દાવો કર્યો કે આરએસએસ અને ભાજપના લોકો મહિલા શક્તિને દબાવી રહ્યા છે અને ભયનો માહોલ પેદા કરી રહ્યા છે.


રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે લક્ષ્મીની શક્તિ અને દુર્ગાની શક્તિ પર આક્રમણ કર્યું છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે તેઓ (આરએસએસ અને ભાજપ) પોતાને હિંદુ પાર્ટી કહે છે અને લક્ષ્મી જી અને મા દુર્ગા પર આક્રમણ કરે છે. પછી કહે છે કે તે હિંદુ છે. આ લોકો ખોટા હિંદુ છે. આ લોકો હિંદુ નથી. આ હિંદુ ધર્મનો ઉપયોગ કરી રહ્યા છે.


કોગ્રેસ નેતાએ કહ્યું કે ભાજપ અને આરએસએસના લોકોએ આખા દેશમાં ડર ફેલાવ્યો છે. ખેડૂતો ડરેલા છે, મહિલાઓ ડરેલી છે.  આરએસએસ મહિલા શક્તિને દબાવે છે, પરંતુ કોગ્રેસનું સંગઠન મહિલા શક્તિને સમાન મંચ આપે છે.


રાહુલ ગાંધીએ કહ્યું કે, જો છેલ્લા 100-200 વર્ષમાં કોઇ એક વ્યક્તિએ હિંદુ ધર્મને સૌથી સારી રીતે સમજ્યો હોય અને પોતાના વ્યવહાર ઉતાર્યો હોય તો તે મહાત્મા ગાંધી છે. તેઓને અમે પણ માનીએ છીએ અને આરએસએસ અને ભાજપના લોકો પણ માને છે. હિંદુ ધર્મનો પાયો અહિંસા છે. તેમ છતાં આરએસએસની વિચારધારા દ્ધારા મહાત્મા ગાંધીને ગોળી કેમ મારવામાં આવી? તે વિશે તમારે વિચારવું પડશે.


Gujarat New Cabinet: ભુપેન્દ્ર પટેલના પહેલા નવા મંત્રીનું નામ આવ્યું સામે, જાણો કયા કોળી નેતાને બનાવાશે મંત્રી?


Gujarat New Cabinet: આવતી કાલે બપોરે 1.30 વાગ્યે નવા મંત્રીઓની યોજાશે શપથવિધિ


IPL 2021: ક્રિકેટ ફેંસ માટે સારા સમાચાર, મેદાન પર જઈને નીહાળી શકશે મુકાબલો, આવતીકાલથી ખરીદી શકાશે ટિકિટ


Modi Cabinet Decisions: મોદી સરકારનો મોટો ફેંસલો, પ્રીપેડ-પોસ્ટપેડ ટ્રાન્સફરમાં KYCની નહીં રહે ઝંઝટ