નવી દિલ્હી: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેંદ્ર સરકાર પર પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમતોને લઈને નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું, સરકારે પેટ્રોલ-ડીઝલથી નફો કરવાનું બંધ કરે, એક્સાઈઝ રેટ તાત્કાલિક ઘટાડે અને ભાવ ઓછા કરે. આ વાત રાહુલ ગાંધીએ #SpeakUpAgainstFuelHikeCampaign દરમિયાન કરી હતી.

ઉલ્લેખનીય છે કે યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ક્રૂડ ઓઈલની વધતી કિંમતને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશના તમામ ભાગમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાને લઈને કૉંગ્રેસ પાર્ટીએ સોમવારે વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન કૉંગ્રેના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ કેંદ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. સોનિયા ગાંધીએ કહ્યું કે ક્રૂડ ઓઈલના ભાવ ઘટી રહ્યા છે, તેનો ફાયદો લોકોને આપવો જોઈએ પરંતુ સરકાર ટેક્સ વધારી લોકો પાસેથી 18 લાખ કરોડ વધારાના વસુલ્યા છે.



સોનિયા ગાંધીએ કહ્યું, છેલ્લા 3 મહિનામાં મોદી સરકારે 22 વખત સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. 2014 બાદ મોદી સરકારે લોકોને ક્રૂડ ઓઈલના ઘટતા ભાવનો ફાયદો આપવાની જગ્યાએ પેટ્રોલ ડીઝલ પર 12 વખત એક્સાઈઝ ડ્યૂટી વધારીને 18 લાખ કરોડ રૂપિયા વધારાના વસુલ્યા છે. સોનિયા ગાંધીએ કહ્યું કે સરકારની જવાબદારી છે કે તેઓ મુશ્કેલ સમયમાં દેશવાસિઓનો સહારો બને તેમની મુશ્કેલીનો ફાયદો ઉઠાવી નફો ન કરે.