નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. એક ખબરના આધારે તેણે પોતાના ઓફિશિયલ એકાઉન્ટથી ટ્વિટ કરીને કહ્યું, રાફેલ માટે ભારતના ખજાનામાંથી પૈસા ચોરવામાં આવ્યા છે. જે બાદ તેમણે મહાત્મા ગાંધીનો એક ક્વોટ પણ લખ્યો છે.... સત્ય એક છે, રસ્તા અનેક છે.


રાહુલે જે રિપોર્ટ શેર કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે રક્ષા મંત્રાલયે રાફેલ ડીલ સાથે સંકળાયેલી કોઈપણ પ્રકારની માહિતી સીએરજીને આપવાની ના પાડી દીધી છે.



સુપ્રીમ કોક્ટે 59 હજાર કરોડ રૂપિયામાં 36 લડાકુ વિમાન ખરીદવાના મામલે અદાલતની દેખરેખમાં તપાસની માંગ કરતી જનહિતની અરજીને ડિસેમ્બર 2018માં ફગાવી દીધી હતી. સાથે કહ્યું હતું કે, તેમાં કંઈ ખોટું નથી થયું. જોકે તેમ છતાં રાજકીય દોષારોપણ ચાલુ રહ્યું હતું.

રાહુલ ગાંધીએ 2019 લોકસભા ચૂંટણીમાં રાફેલ સોદામાં લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો અને તેને ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો.