Rahul Gandhi Bike Ride: લોકસભાની ચૂંટણી નજીક આવતી જોઈ રાહુલ ગાંધી લોકોની વચ્ચે જઈને તેમને મળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રાહુલ ક્યારેક ટ્રક ચલાવતા જોવા મળે છે તો ક્યારેક ખેતરોમાં ખેડૂતોને મળતા જોવા મળે છે. આ દરમિયાન, હવે રાહુલ લદ્દાખમાં સ્પોર્ટ્સ બાઇક ચલાવતા જોવા મળ્યા છે. રાહુલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બાઇક ચલાવતી વખતના  ફોટા શેર કર્યો છે.


 






લેહ શહેરથી પેંગોંગ તળાવની યાત્રા કરી
લદ્દાખની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી તેમની KTM 390 ડ્યુક મોટરસાઇકલ પર લેહ શહેરથી મનોહર પેંગોંગ તળાવ તરફ ગયા હતા. રાહુલ ગુરુવારે બપોરે લેહ પહોંચ્યા જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેઓ 25 ઓગસ્ટ સુધી લદ્દાખમાં રહેશે. શુક્રવારે તેણે લેહમાં યુવાનો સાથે વાતચીત કરી હતી અને ફૂટબોલ મેચમાં પણ ભાગ લીધો હતો. રવિવારે, તેઓ તેમના દિવંગત પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર પેંગોંગ તળાવ ખાતે શ્રદ્ધાંજલિ આપશે.


કરોલબાગ બજારમાં બાઇકનો અંગે રાહુલે કર્યો હતો ખુલાસો 
આ પછી રાહુલ ગાંધી કારગિલ પણ જશે અને ત્યાં જનસભાને સંબોધશે. આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રીય રાજધાનીમાં કરોલ બાગ ખાતે બાઇક માર્કેટની તેમની મુલાકાત દરમિયાન, રાહુલે ઉલ્લેખ કર્યો હતો કે તેની પાસે ડ્યુક 390 બાઇક છે પરંતુ સલામતીની ચિંતાઓને કારણે ભાગ્યે જ તે શહેરમાં સવારી કરે છે. આ દરમિયાન એક બાઇક શોપના માલિકે તેને પેંગોંગ લેકની બાઇક ટ્રીપની તસવીર પણ બતાવી હતી.


2024માં રાહુલ ગાંધી ક્યાંથી ચૂંટણી લડશે?


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના લોકસભાની ચૂંટણી લડવાને લઈને કોંગ્રેસમાં નિવેદનોની સ્પર્ધા ચાલી રહી છે. મણિપુરના કોંગ્રેસના પ્રભારી ભક્તચરણ દાસે કહ્યું છે કે, જો રાહુલ ગાંધી મણિપુરથી ચૂંટણી લડશે તો ઐતિહાસિક જીત થશે. આ પહેલા યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે પણ રાહુલ ગાંધી ફરી એકવાર અમેઠીથી ચૂંટણી લડવાની વાત કરી છે. તેમણે કહ્યું કે અમેઠીના લોકો 2024માં 2019ની ભૂલ સુધારશે. હવે ભાજપે કોંગ્રેસના દાવા પર પલટવાર કર્યો છે. બીજેપી નેતા આરપી સિંહે પડકાર ફેંક્યો કે, જો રાહુલ ગાંધીની ડિપોઝિટ જપ્ત થતી બચી જશે તો તો તેઓ રાજકારણ છોડી દેશે. બીજેપી નેતાએ બીજુ શું કહ્યું તે જાણતા પહેલા કોંગ્રેસ નેતાઓના નિવેદનો જોઈએ.


મણિપુરમાંથી ઐતિહાસિક જીતનો દાવો કરે છે


કોંગ્રેસના નેતા અને પાર્ટીના મણિપુર પ્રભારી ભક્ત ચરણ દાસે કહ્યું, 'હું આજે કહી રહ્યો છું કે રાહુલ ગાંધી મણિપુરની કોઈપણ સીટ પરથી ઉભા રહે, પછી ભલે તે નીચે (ઘાટીખીણ) કે ઉપર (પહાડી પ્રદેશ)માંથી ચૂંટણી લડે, તેમને જંગી મત મળશે અને ભવ્ય જીત થશે. કારણ કે આજે બંને મણિપુરના વિસ્તારના લોકોમાં ભાજપ માટે નફરત છે તેથી તેમની જીત નિશ્ચિત છે. ઉત્તર પ્રદેશમાં, કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે અમેઠીથી ચૂંટણી લડવા પર જીતનો દાવો કર્યો છે. આનું કારણ જણાવતા રાયે કહ્યું, કારણ કે ત્યાંના કાર્યકર્તાઓ અને લોકોની માંગ છે કે, અમે લોકોએ કરેલી ભૂલોને સુધારીશું અને રાહુલ ગાંધીને અમેઠીથી જંગી બહુમતીથી ચૂંટણી જીતાડશું.