Gujarat Assembly Election 2022: વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રવિવારે રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને 8 વચનો આપ્યા છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે ટ્વીટર પર કહ્યું કે, "ભાજપના ડબલ એન્જિનથી બચાવો, પ્રદેશમાં પરિવર્તનનો ઉત્સવની  ઉજવણી કરીશું." રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા કહ્યું, "500 રૂપિયામાં સિલિન્ડર, યુવાનોને 10 લાખ નોકરીઓ, ખેડૂતોની 3 લાખ સુધીની લોન માફ કરશું". આ સાથે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે તેઓ ગુજરાતની જનતાને આપેલા 8 વચનો પૂરા કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 8 વચનો આપ્યા છે.


 




અહીં જાણો કોંગ્રેસના મોટા ચૂંટણી વાયદા



  • ગૃહિણીઓને 500 રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર, ઘરેલું વીજળીના 300 યુનિટ મફત.

  • સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.

  • કેજીથી પીજી સુધીની છોકરીઓ માટે મફત શિક્ષણ. રાજ્યમાં ત્રણ હજાર નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ.

  • કોંગ્રેસે યુવાનો માટે 10 લાખ નોકરીઓનું વચન આપ્યું હતું. 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે.

  • કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય.

  • નવી સરકારી હોસ્પિટલો આધુનિક સુવિધાઓ સાથે બનાવવામાં આવશે. 10 લાખ સુધીની મફત સારવાર.

  • ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. વીજળીનું બિલ પણ માફ કરવામાં આવશે.

  • ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહીનું વચન.

  • ઈન્દિરા રસોઈ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને માત્ર 8 રૂપિયામાં ભોજનની ખાતરી આપવામાં આવે છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે?


ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. ગુજરાતની તમામ 182 બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે આવશે. 


રાહુલ ગાંધી 10 નવેમ્બરના રોજ વડોદરામાં સંબોધિત કરી શકે છે જનસભા


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં સામેલ થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાહુલ ગાંધી 10 નવેમ્બરે વડોદરામાં જનસભાને સંબોધિત કરી શકે છે. નોંધનીય છે કે આ પહેલા ભાજપ આરોપ લગાવી રહી હતી કે રાહુલ ગાંધી પાર્ટીના પ્રચાર માટે ગુજરાત નહીં આવે.


હવે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ગુજરાતની સત્તા પરથી ભાજપને હટાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. જોકે પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.