નવી દિલ્હીઃ નાગરિક્તા સંશોધન કાયદાને લઈને દિલ્હીમાં કોંગ્રેસ નેતૃત્વમાં વિપક્ષી દળોની બેઠક મળી હતી. આ બેઠક બાદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીને ચેલેન્જ આપું છું કે તેઓ પોલીસ લીધા વગર કોઈ પણ યુનિવર્સિટીમાં જઈને બતાવે. તેમણે કહ્યું કેંદ્ર સરકાર લોકોનો અવાજ દબાવી રહ્યું છે, સરકારે વિરોધીઓનો અવાજ સાંભળવો જોઈએ. તેમણે નાગરિકતા સંશોધન કાયદા વિરોધમાં થઈ રહેલા પ્રદર્શન તરફ ઈશારો કર્યો હતો.


કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું, 'પ્રધાનમંત્રી મોદી પોલીસ લીધા વગર વિદ્યાર્થીઓ વચ્ચે જાય અને તેમની સાથે વાતચીત કરે'. તેમણે કહ્યું, 'હું પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને ચેલેન્જ આપુ છુ કે તેઓ પોલીસ વગર કોઈપણ યુનિવર્સિટીમાં જઈને બતાવે. તેઓ જણાવે કે દેશ માટે તેઓ શું કરવા જઈ રહ્યા છે.'

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું, પીએમ મોદીને યુવાનો સાથે વાત કરવાનું સાહસ હોવું જોઈએ. તેમણે કહ્યું કે કેવી રીતે અર્થવ્યવસ્થા સંકટમાં આવી ગઈ છે. વિદ્યાર્થીઓ સામે ઊભા રહેવાની હિમ્મત નથી. જોકે ઘણા વિપક્ષી દળો દ્વારા આ મીટિંગથી દૂર રહેવાના મામલે પુછાયેલા સવાલથી રાહુલ ગાંધીએ જવાબ નહોતો આપ્યો.