Rahul gandhi Half T-Shirt: કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'માંથી થોડા દિવસોનો વિરામ લીધો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજધાની દિલ્હીમાં રોકાશે. તેઓ તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયીની સમાધિઓ પર પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન દિલ્હીમાં કડકડતી ઠંડીમાં પણ રાહુલ હાફ ટી-શર્ટમાં જોવા મળ્યા હતા. તેમની આ તસવીરો પણ વાયરલ થઈ હતી. જેને લઈને અનેક ચર્ચા ચાલી રહી છે.
ટ્વિટર પર સફેદ રંગની હાફ ટી-શર્ટ પહેરેલા રાહુલ ગાંધીના ઘણા વીડિયો પણ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના નેતાઓ રાહુલ ગાંધીની આકરી ઠંડીમાં પણ માત્ર ટી-શર્ટ જ પહેરવાની ઘટનાની ચર્ચા કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક પણ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સનો સવાલ કરી રહ્યાં છે કે, આટલી ઠંડીમાં પણ કોઈ ટી-શર્ટમાં કેવી રીતે જીવી શકે? જ્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતાં અને તેમને સંન્યાસી ગણાવ્યા હતાં.
મહિલા કોંગ્રેસ નેતા નેટ્ટા ડિસોઝાએ ટ્વિટર પર રાહુલ ગાંધીનો વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું, બર્ફીલા પવન, ઝાકળ અને ગાઢ ધુમ્મસની ચાદર પણ રાહુલના સંકલ્પને હરાવી શકી નથી! રાહુલ ગાંધી ઉઘાડા પગે, સફેદ હાફ ટી-શર્ટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપવા અને 3 જાન્યુઆરીથી ફરી શરૂ થનારી ભારત જોડો યાત્રા માટે આશીર્વાદ લેવા રાજઘાટ પર પહોંચ્યા.
હાલ દિલ્હીમાં 7 ડિગ્રી તાપમાન
કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ ટ્વીટ કર્યું હતું, "અમારા નેતા રાહુલ ગાંધીએ દિલ્હીની કડકડતી ઠંડીમાં પણ માત્ર હાફ ટી-શર્ટ પહેરી છે. તેમણે 7 ડિગ્રી તાપમાનમાં પણ સ્વેટર કે જેકેટ પહેર્યા નથી. બાકીના બધા જાડા કપડામાં જોવા મળે છે."
દમણ દીવ કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટ કર્યું કે, 'આજે રાહુલ ગાંધી શાંતિ વન પહોંચ્યા અને દેશના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નેહરુને યાદ કરીને તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી. ભારતને શૂન્યમાંથી શિખરે લઈ જવામાં પં. નેહરુનું યોગદાન અવિસ્મરણીય છે.
મધ્ય પ્રદેશ કોંગ્રેસ યુનિટે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર રાહુલ ગાંધીના હાફ ટી-શર્ટ સાથે સંબંધિત ઘણી તસવીરો શેર કરી છે. કેપ્શનમાં લખ્યું હતું - "ભારતના મહાન આત્માઓને સલામ.. અમારી વિચારધારા એ પ્રેમની વિચારધારા છે, ભારતને જોડવાની અમારી પ્રતિજ્ઞા છે."
કોંગ્રેસ મહિલા નેતા રિયા ચૌધરીએ રાહુલ ગાંધીની તસવીર શેર કરી અને લખ્યું હતું - "ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં પણ માત્ર ટી-શર્ટ પહેરીને વહેલી સવારે યાત્રા પર નીકળનાર યોગી જ હોઈ શકે. રાહુલ ગાંધીની આ ભાવના અને હિંમતને સલામ."
બિહારના નેતા પપ્પુ યાદવે પણ રાહુલના વખાણ કર્યા હતા. તેણે ટ્વિટ કરીને લખ્યું, "ખરેખર, રાહુલ તપસ્યા કરી રહ્યા છે. આ ઠંડીમાં ઉઘાડપગું, માત્ર ટી-શર્ટમાં, શું દેશને ભ્રષ્ટ સરમુખત્યારોથી મુક્ત કરવાનો સંકલ્પ છે? 'હમ દો હમારે દો'થી આઝાદી અપાવવા તપોબળ ઈચ્છો છો!"