નવી દિલ્લી:કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે દેશને લડાઈની જરૂર નથી, લડાઈ કરવાથી દેશ પાછળ જતો રહેશે, પ્રેમથી દેશ આગળ વધી શકે છે. પોતાના કિશાન રથ રોકીને આપેલા ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન મોદી દેશમાં જ્યા પણ જાય છે ત્યાં તક મળે ત્યારે લોકોમાં ગુસ્સો ભરવાનું કામ કરે છે. બીજેપી લડાઈ સાથે લોકોમાં નફરત ફેલાવાનું કામ કરે છે, જ્યારે કૉંગ્રેસ મિત્રતામાં વિશ્ર્વાસ રાખે છે.
એક દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ સરકારના સર્જિકલ સ્ટ્રાઈકના વખાણ કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું દેશમાં હિંદુ, મુસ્લિમ, શિખ, ઈસાઈ બધાને લાગવું જોઈએ કે દેશ એમનો છે, જે બધા પ્રેમથી સાથે મળી રહે.