નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપવાસ પર છે. નવરાત્રી દરમિયાન તે હંમેશા ઉપવાસ કરે છે. પછી ભલે તે નવરાત્રી દરમિયાન ચૂંટણી પ્રચાર કરતા હોય અથવા તો કોઇ રાજ્ય કે વિદેશના પ્રવાસ પર હોય. મોદી તમામ વ્યસ્તતા વચ્ચે ઉપવાસ કરે છે. પ્રધાનમંત્રી તરીકે આ સતત ત્રીજુ વર્ષ છે જ્યારે મોદી નવરાત્રીમાં ઉપવાસ કરશે.
પ્રધાનમંત્રી તરીકે વર્ષ 2014માં સપ્ટેમ્બર મહિનામાં જ્યારે નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા ત્યારે ત્યાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમને સતાવાર ડિનર પર બોલાવ્યા હતા ત્યારે પણ મોદીએ ફક્ત પાણી પીધુ હતું. ડિનરમાં તમામ વ્યંજનો ઓબામાએ પસંદ કર્યા હતા.
નવરાત્રીના અવસર પર મોદીના ઉપવાસની આ પરંપરા ચાર દાયકાથી વધુ જૂની છે. વાત તે સમયની છે જ્યારે નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લાના પોતાના વતન વડનગરથી નીકળીને અમદાવાદ આવ્યા હતા. 1969-70ના દાયકાના સમયમાં મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલિન પ્રાન્ત પ્રચારક લક્ષ્મણરાવ ઇમાનદાર ઉર્ફ વકીલ સાહેબના સંપર્કમાં આવ્યા હતા જેઓને તેઓ બાળ સ્વયંસેવક તરીકે વડનગરમાં મળી ચૂક્યા હતા.
વકીલ સાહેબને ઉપવાસ કરવાની ટેવ હતી. તમામ મહત્વપૂર્ણ તહેવાર અથવા ધાર્મિક અવસર પર વકીલ સાહેબ ઉપવાસ કરતા હતા. અનેકવાર વકીલ સાહેબ સપ્તાહમાં બે-ત્રણ દિવસ સતત ઉપવાસ કરતા હતા. આ જોઇને મોદી પ્રભાવિત થયા હતા અને નવરાત્રીના અવસર પર તમામ નવ દિવસ ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. ત્યારથી મોદી સતત નવરાત્રીના અવસર પર અન્નનો ત્યાગ કરી ફક્ત હુંફાળું પાણી પીએ છે.ચાર દાયકાથી વધુ લાંબા સમય સુધી મોદી સંઘના સામાન્ય પ્રચારકથી લઇને ગુજરાત બીજેપીના સંગઠન મહામંત્રી, રાષ્ટ્રીય મહામંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી બાદ વડાપ્રધાન બન્યા પણ નવરાત્રી દરમિયાન ઉપવાસ કરવાનું ચાલુ રાખ્યું છે.
આ વખતે નવરાત્રી 10 દિવસોની છે. કારણ કે બે દિવસો સુધી બીજ છે. 18 વર્ષ બાદ આ પ્રથમ પ્રસંગ છે જ્યારે નવરાત્રી 9 દિવસને બદલે 10 દિવસની છે. એવામાં મોદી ઉપવાસ પણ 10 દિવસ સુધી કરશે. મોદી વર્ષમાં 18 દિવસ ઉપવાસ કરે છે. કારણ કે તેઓ વર્ષની ચૈત્ર અને આસો નવરાત્રી એમ બંન્ને નવરાત્રી કરે છે. વર્ષ 2011માં જ્યારે મોદી ચૈત્ર નવરાત્રીનો ઉપવાસ કરી રહ્યા હતા. ચૈત્ર મહિનામાં ખૂબ ગરમી પડતી હોય છે. ત્યારે તે સમયે અનેક રાજ્યોમાં ચૂંટણી યોજાઇ રહી હતી. તેમ છતાં મોદી પ્રચાર માટે જતા હોય. એવું અનેકવાર બન્યું છે જ્યારે નવરાત્રી દરમિયાન ચૂંટણી હોય તે પછી ગુજરાતમાં અથવા દેશના અન્ય રાજ્યોમાં હોય પણ મોદી ઉપવાસ કરતા કરતા પ્રચાર કરે છે.
સામાન્ય રીતે મોદી પોતાના ઉપવાસની ચર્ચા સાર્વજનિક રીતે કરતા નથી. પરંતુ 2011માં જ્યારે મોદી પોતાના ઉપવાસની ચર્ચા કરી હતી. તે સમયે ગાંધીવાદી સમાજસેવી અણ્ણા હજારે લોકપાલની માંગણી સાથે દિલ્લીમાં ઉપવાસ પર બેઠા હતા. તે સમયે ચૈત્ર નવરાત્રીનો સમય હતો. 11 એપ્રિલના રોજ મોદીએ અણ્ણાને એક ચિઠ્ઠી લખી જેમાં લખ્યું કે જે રીતે અણ્ણા ઉપવાસ કરી રહ્યા છે તેવી રીતે તેઓ પણ હાલમાં ઉપવાસ પર છે. નવરાત્રી શક્તિ ઉપાસનાનું સૌથી મોટુ પ્રતિક છે અને એવામાં તે ઉપવાસ સાથે માતા જગદંબાની આરાધના કરે છે.
મોદી કામાખ્યા દર્શનની વાત પણ કરી હતી વાસ્તવમાં મોદી શક્તિ પૂજક છે અને આ કારણ છે કે મા દુર્ગાની આરાધના તે લાંબા સમયથી કરતા આવ્યા છે. સમય સમય પર તમામ શક્તિપીઠો પર તે જાય છે. મોદીના જમણા હાથે કાળા રંગનો દોરો બંધાયેલો જોઇ શકાય છે. ઘણા ઓછા લોકો જાણે છે કે તે તેમની શક્તિ આરાધનાનો પુરાવો છે. વાસ્તવમાં મોદી કાળા રંગના દોરા માતા દુર્ગાને ધરીને નવરાત્રી દરમિયાન પૂજા કરે છે અને પછી પ્રસાદ તરીકે પોતાના હાથમાં બાંધે છે.
વાસ્તવમાં મોદી નવરાત્રીના સમયે ઉપવાસ કરવાની આદત જૂની છે. તેમના શરીર પર તેની કોઇ ખાસ અસર જોવા મળતી નથી. રોજનું કામ તેઓ ઉપવાસ છતાં કરે છે.નવરાત્રી બાદ વિજયાદશમીના રોજ મોદી શસ્ત્રપૂજા પણ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2001થી 2014 વચ્ચે તમામ વિજયાદશમી પર પોતાના સુરક્ષાકર્મીઓની સાથે બેસીને શસ્ત્રપૂજા કરે છે અને તેના સાર્વજનિક પ્રદર્શન પર તેમને કોઇ સંકોચ નથી. શસ્ત્ર પ્રત્યેનો મોદીનો પ્રેમ જૂનો છે.
મોદી 1989માં જ્યારે કૈલાશ માનસરોવર આવ્યા હતા ત્યારે તેમણે હાથમાં રાઇફલ્સ લઇને પોતાની ફોટો ખેંચાવી હતી. જે દુર્લભ તસવીરોમાંથી એક છે. આ વખતે નવરાત્રી અગાઉ પાકિસ્તાન વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઇક કરીને આતંકીઓને મારવાના ઓપરેશનનું મોનિંટરીંગ કરી મોદીએ સાબિત કરી દીધું કે તે શક્તિ અને શસ્ત્રની આરાધના જ નહી કરતા જરૂરત પડવા પર તેનો ઉપયોગ પણ કરે છે. ઉરી આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઇકની મંજૂરી અને તેની સફળતાથી મોદીએ આ વાત સાબિત કરી દીધી છે. હાલમાં એકવાર ફરી નવરાત્રીનો ઉપવાસ શરૂ કરી મોદીએ દુર્ગાની આરાધના શરૂ કરી દીધી છે. દુશ્મન દેશ અને પોતાના રાજકીય વિરોધીઓ બંન્ને સામે લડવા માટે મોદીને શક્તિની ઘણી જરૂરત છે.