નવી દિલ્હીઃ હરિયાણાના મહેન્દ્રગઢમાં ચૂંટણી રેલી બાદ પાછા ફરતા સમયે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રેવાડીમાં ક્રિકેટ પર હાથ અજમાવ્યો હતો. વાસ્તવમાં રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ દિલ્હી માટે હેલિકોપ્ટરથી ઉડાણ ભરી હતી. પરંતુ હવામાન ખરાબ હોવાના કારણે તેમના હેલિકોપ્ટરનું રેવાડીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવું પડ્યુ હતું. અહીં તેમણે કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનેલી ક્રિકેટ નેટ્સ પર બેટિંગ કરી હતી. આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.