નવી દિલ્હી: કર્ણાટકમાં અઢી દિવસ મુખ્યમંત્રી રહ્યા બાદ આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલાજ યેદુરપ્પાની સરકાર ભાંગી પડી હતી. યેદુરપ્પાએ રાજીમાનુ આપી દીધું હતું. તેના બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નેરન્દ્ર મોદી પર સીધો પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી પોતે ભ્રષ્ટ છે અને તેમણે પોતાની પાર્ટીને ધારાસભ્યોને ખરીદવાની અનુમતી આપી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદી દેશ અને દેશના લોકો અને સંવિધાનિક સંસ્થાઓની મોટા નથી. વડાપ્રધાન મોદીનું વલણ લોકતાંત્રિક નથી, પરંતુ તાનાશાહીવાળું છે. દેશમાં લોકોની ઇચ્છાશક્તિ જ બધું છે. અમે પ્રજાને જણાવ્યું છે અને ભાજપના અહંકારની સીમા પણ ગણાવી છે. વડાપ્રધાનનું મૉડલ લોકતાંત્રિક નથી, તાનાશાહીવાળું છે.
રાહુલ ગાંધીએ કહ્યું, ‘મીડિયા સામે ખુલ્લેઆમ ભાજપે કૉંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યને ખરીદવાનો પ્રયાસ કર્યો. પ્રધાનમંત્રી ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાત કરે છે પરંતુ તેઓ પોતે જ ભ્રષ્ટાચાકને વધારો આપી રહ્યાં છે. કર્ણાટકની જનતાએ લોકતંત્રની રક્ષા કરી. જો ભાજપ પાસે બહુમત રહેતી તો તેમને સરકાર બનાવવા દેતે. પણ સાચું એ છે કે ભાજપ પાસે જનતાનો સાથ નથી. અમે અહીં જનતાના અવાજની રક્ષા કરી છે.’
પીએમ મોદીને સંદેશો આપતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન ભારતના સૌથી મોટા નથી, પીએમ પ્રજા, સુપ્રીમ કોર્ટ, સંસદ, વિધાનસભાથી મોટા ના હોઈ શકે, તેમણે આ વિચારવું બંધ કરવું જોઈએ. તેમણે સમજવું જોઈએ કે દરેક સંસ્થાનું સમ્માન કરવું પડશે,
રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશની જનતાએ ટેલીવિઝન પર જોયું કે કર્ણાટક વિધાનસભામાં રાષ્ટ્રગીત વાગે તે પહેલાજ ભાજપના ધારાસભ્ય ઉભા થઈને ચાલવા લાગ્યા હતા. આ તેમનો સ્વાભવ છે. તે દેશની કોઈ પણ સંસ્થાનું સમ્માન નથી કરતા. મને ગર્વ છે કે કર્ણાટકની જનતાએ વડાપ્રધાન, ભાજપના અધ્યક્ષ અમિત શાહને દેખાડી દીધું છે કે લોકતંત્રને ખરીદી નહીં શકાય.
એક સવાલના જવાબ રાહુલે કહ્યું કે, હું જાતિવાદી નથી, અપૃશ્યતામાં વિશ્વાસ નથી કરતો. રાજ્યપાલ વજુભાઈવાળા રાજીનામું આપે કે ન આપે તે અલગ મુદ્દો છે, પરંતું દેશની સંવિધાનિક સંસ્થાઓ પર સતત હુમલા થઈ રહ્યાં છે. જો તમે એકને બદલો તો બીજો પણ આવીને તેવું જ કરશે, આ ખૂબજ મહત્વપૂર્ણ મુદ્દો છે.