નવી દિલ્હીઃ લોકડાઉન વચ્ચે 16 મેના રોજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીમાં મજૂરોને મળ્યા હતા. આ મુલાકાત પર બનાવવામાં આવેલી એક ડોક્યુમેંટ્રી ખુદ રાહુલે તેની યૂ ટ્યૂબ ચેનલ પર રિલીઝ કરી છે. આ વીડિયોમાં પ્રવાસી તેમનું દર્દ વ્યક્ત કરી રહ્યા છે. મજૂરો સાથે રાહુલની આ મુલાકાત પર હંગામો થયો હતો. પ્રિયંકા ગાંધીએ ભાઈને શાબાશી આપી હતી, પરંતુ બીજેપીએ તેને ફોટોશૂટ ગણાવ્યું હતું.


રાહુલ ગાંધીએ શનિવાર, 16મેના રોજ દિલ્હીના સુખદેવ વિહાર ફ્લાઇઓવર પાસે પ્રવાસી મજૂરોને મુલાકાત કરી હતી. તેમણે ફૂટપાથ પર મજૂરો સાથે બેસીને વાત કરી હતી. જે બાદ તેમને ઘરે મોકલવામાં ઘણી મદદ કરી હતી.

દેશમાં સતત વધી રહેલા કોરોના મામલાને લઈ લોકડાઉનમાં પ્રવાસી મજૂરોને સૌથી વધુ અસર થઈ છે. લોકો પલાયન કરી રહ્યા છે. રાહુલે પગપાળા જઈ રહેલા પ્રવાસીઓ સાથે વાત કરી તેમને ઘરે મોકલ્યા હતા. જેના પર નાણા મંત્રી નિર્મલા સીતારમણે વ્યંગ કર્યો હતો. આજે રાહુલે પ્રવાસી મજૂરો સાથે મુલાકાતનો વીડિયો શેર કર્યો છે.

કોંગ્રેસને લાગે છે કે આમ કરવાથી લોકડાઉનને લઈ સરકારને ઘેરવામાં સફળતા મળશે પરંતુ બીજેપી આનો કેવી રીતે જવાબ આપે છે તે જોવું પડશે.