નવી દિલ્હી: ઉત્તરપદેશના પ્રયાગરાજમાં પ્રવાસી મજૂરોની બસ પલટી છે. આ ઘટનમાં 35 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે અને ત્રણ મજૂરોની હાલત ગંભીર છે. અન્ય ઈજાગ્રસ્ત મજૂરોની હાલત ખતરાની બહાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના ટાયર ફાટવાના કારણે બની હતી. બસ જયપુરથી વેસ્ટ બંગાળ જઈ રહી હતી ત્યારે પ્રયાગરાજના નવાબગંજ વિસ્તારમાં આ ઘટના બની હતી. ઘટના સ્થળ પર પ્રાથમિક સારવાર બાદ ઈજાગ્રસ્તોની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


દેશમાં કોરોના સંકટના કારણે 24 માર્ચથી લોકડાઉન લાગૂ છે. લોકડાઉનના કારણે પ્રવાસી મજૂરોની મુશ્કેલીમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિની મુશ્કેલીમાં મુકાયેલા મજૂરો પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે. આ પલાયનમાં દેશમા અત્યાર સુધીમાં ઘણા મજૂરો ચાલતા-ચાલતા રોડ અને ટ્રેન એક્સિડેન્ટમાં મૃત્યું પામ્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા યૂપીના ઔરેયામાં રોડ અકસ્માતમાં 24 મજૂરોના મોત થયા હતા. જ્યારે 35 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. યોગી સરકારે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ મદદની જાહેરાત કરી હતી. આ સાથે જ બોર્ડર પરના બંને SHOને સસ્પેન્ડ કર્યા હતા.