નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શન પણ થઈ રહ્યું છે. સીએએ અને એનઆરસીને લઈને થઈ રહેલા પ્રદર્શનને લઈને રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લોકોના ભાગલા પાડી રહ્યા છે. રાહુલે એ પણ કહ્યું કે તેઓ પોતાની નિષ્ફતા છુપાવવા માટે બંને નફરત પાછળ છુપાઈ રહ્યા છે.


રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, 'ભારતના પ્રિય યુવાનો, મોદી અને શાહએ તમારા ભવિષ્યને બરબાદ કરી દીધું છે. તેઓ નોકરીઓમાં અછત અર્થવ્યવસ્થાની સ્થિતિને લઈને તમારા ગુસ્સાનો સામનો નથી કરી સકતા'. આજ કારણ છે કે આપણા પ્યારા ભારતના ભાગલા પાડી રહ્યા છે અને નફરતની પાછળ છુપાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું 'અમે દરેક ભારતીય પ્રત્યે સ્નેહ બતાવીને તેમને હરાવી શકીએ છીએ.'


આ પહેલા નાગરિકતા સંશોધન કાયદાને લઇને દિલ્હીમાં યોજાયેલી રેલીમાં રાહુલ ગાંધીએ ખુદના વિશે કહ્યું હતું કે તેઓ 'રાહુલ સાવરકર' નથી 'રાહુલ ગાંધી' છે. કહ્યું કે બીજેપી સરકારથી તેઓ નથી ડરતા. તેઓએ આરોપ લગાવ્યો હતો કે, મોદી સરકાર દેશને બરબાદીના રસ્તા પર લઇ જઇ રહી છે.