મુંબઈ: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મુંબઈની એક કોર્ટે રાફેલ ડિલને લઈ વડાપ્રધાન મોદીને ‘ચોરોના સરકાર’ કહેવા માનહાનિના કેસમાં બદલ સમન્સ પાઠ્યું છે. ગિરગામ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે 28 ઓગસ્ટે સમન્સ જારી કરતા રાહુલ ગાંધીને ત્રીજી ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા નિર્દેશ કર્યો છે.


ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ મહેશ શ્રીશ્રીમાલ નામના એક વ્યક્તિએ વડાપ્રધાન મોદીને ‘ચોરોના સરકાર’કહેવા પર માનહાનિની ફરિયાદ કરી હતી. રાહુલ ગાંધીએ ગત વર્ષે રાફેલ ડીલ મામલે પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કરતા ‘ચોરોના સરદાર’ કહ્યાં હતા. શ્રીશ્રીમાલે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીના નિવેદનોથી વડાપ્રધાન મોદીના સમર્થકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ પહેલા રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં આરએસએસ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા માનહાનિના બે કેસનો સામનો કરી ચુક્યા છે.

સમન્સમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધી આઈપીસી ધારા 500 અંતર્ગત એક આરોપમાં તમારી ઉપસ્થિતિ અનિવાર્ય છે. આપને ત્રીજી ઓક્ટોબરે કોર્ટ સમક્ષ વ્યક્તિગત રીતે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવે છે.

ગુજરાતના આ શહેરમાં એક કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

આર્થિક મોરચે મોદી સરકારને ઝટકો, GDP વિકાસદર 5.8થી ઘટીને 5 થયો

ધોનીને લઈને થયો મોટો ખુલાસો, આ કારણે નથી લઈ રહ્યા નિવૃત્તી, કારણ જાણીને ચોંકી જશો