રાહુલ ગાંધીએ ટ્વિટર પર અરૂણાચલ પ્રદેશમાં ચીન દ્વારા ગામડું બનાવવાના એક અહેવાલને શેર કરતાં લખ્યું કે, તેમનું વચન યાદ કરો, હું દેશને નમવા નહીં દવ.
રાહુલ ગાંધી પહેલા કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે સોમવારે સરકાર પાસે ચીન દ્વારા અરૂણાચલ પ્રદેશમાં વિવાદાસ્પદ વિસ્તારમાં 100 ઘર બનાવીને ગામ બનાવવાના અહેવાલ પર જવાબ માગ્યો હતો. ચિમ્બરમે કહ્યું કે, જો ભાજપ સાંસદનો દાવો સાચો હોય તો શું સરકાર ચીનને ક્લીન ચિટ આપીને પહેલાની સરકારનો દોષી ગણાવશે. નોંધનીય છે કે, ભારતીય રાજ્ય અરૂણાચલ પ્રદેશને ચીન પોતાનો વિસ્તાર ગણાવે છે.
શું છે સમગ્ર મામલો?
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટની સાથે એક હિંદી અખબારના અહેવાલને શેર કર્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ચીને એક વર્ષની અંદર અરૂણાચલ પ્રદેશમાં એલએસીના સાડા ચાર કિલોમીટરની અંદર 100 ગર બનાવીને એક ગામ બનાવ્યું છે. એક અંગ્રેજી ચેનલે તેને લઈને સેટેલાઈન તસવીર પણ પ્રકાશિત કરી છે. તેમાં એક તસવીર ઓગસ્ટ 2019ની છે અને બીજી નવેમ્બર 2020ની છે.
પ્રથમ તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક જગ્યા પૂરી રીતે ખાલી છે. જ્યારે નવેમ્બર 2020ની તસવીરમાં એ જગ્યા પર કેટલુક બાંધકામ જોવા મળી રહ્યું છે, જેને ચીને વસાવેલું ગામ હોવાનું કહેવાય છે. દાવા અનુસાર ચીને અરૂણાચલ પ્રદેશના ઉપરના સુબાનસિરી જિલ્લામાં આ ગામ બનાવ્યું છે. એલએસીથી નજીક આ વિસ્તાર ભારત અને ચીનની વચ્ચે લાંબા સમયથી વિવાદનો વિષય બન્યો છે.