નવી દિલ્હી: રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવાની અટકળો ઉપર બહુ ઝડપથી પૂર્ણ વિરામ મૂકાઈ શકે છે. આવનાર થોડા સમયમાં રાહુલ ગાંધીને પાર્ટીની કમાન સોંપવાનો નિર્ણય કરવામાં આવી શકે છે. રાહુલને સત્તા સોંપ્યા બાદ કોંગ્રેસમાં મોટા બદલાવ આવવાનો સંકેત મળી રહ્યા છે. એના પહેલા પાર્ટીના સંગઠનના સ્તર ઉપર પણ બદલાવ આવી શકે છે અને યુવા ચહેરાઓને આગળ લાવવામાં આવશે.
બતાવવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યા પછી ચિંતન શિબિર કરશે. પહેલા તે પાર્ટીમાં મહાસચિવ, સચિવ અને પ્રદેશ અધ્યક્ષોને બદલવા માટે નિર્ણય કરશે. રાહુલ ગાંધી હાલ આ પદો માટે અંતિમ નામોની લિસ્ટ ઉપર કામ કરી રહ્યા છે. સળંગ ચૂંટણીમાં હારી રહેલી કોંગ્રેસના નેતૃત્વના બદલાવ માટે સતત માંગ ઉઠતી રહી છે. દિગ્વિજય સિંહ અને કમલનાથ જેવા વરિષ્ઠ નેતાઓએ પણ પાર્ટીમાં બદલાવની વાત કરી છે.