નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. આ બાદ વિપક્ષ અને કોંગ્રેસ સરકાર પર સતત કટાક્ષો અને આપત્તિજનક નિવેદનો આપી રહ્યું છે. હવે આ શહીદી પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કર્યો છે, તેમને ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીને Surender Modi ગણાવ્યા છે.




ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આપણી સીમામાં કોઇપણ નથી ઘૂસ્યુ, અને ના આપણી કોઇ પૉસ્ટ બીજાના કબજામાં છે. આજે કોઇપણ આપણી તરફ આંખો ઉઠાવીને નથી જોઇ શકતુ.

મોદીના આ નિવેદન બાદ વિપક્ષ સતત મોદી સરકાર પર હુમલો કરી રહી છે. મોદીના આ નિવેદન બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ હતુ કે, ભાઇઓ અને બહેનો, ચીને ભારતના શસ્ત્રહિન સૈનિકોની હત્યા કરીને બહુ મોટો ગુનો કર્યો છે, હું પુછવા માંગુ છું કે એ વીરોને હથિયાર વિના ખતરા તરફ કોણે અને કેમ મોકલ્યા. કૌણ જવાબદાર છે. ધન્યવાદ....



ખાસ વાત છે કે, ભારત અને ચીન પર સીમા વિવાદ વધતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બન્ને દેશોની સહાયતા કરવાની વાત કહી હતી. તેમને કહ્યું કે સ્થિતિ એકદમ વિકટ છે, અને હું બન્ને દેશો સાથે વાત કરી રહ્યો છું. અમે સમાધાન કરવા માટે મદદ કરીશું.