મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પહોંચ્યા બાદ રાહુલનું મંદિરના પ્રબંધને સ્વાગત કર્યું હતું.
મંદિરના એક અધિકારીએ જણાવ્યું કે કૉંગ્રેસ અધ્યક્ષે પહાડ સ્થિત મંદિર સુધી પહોંચ્યા માટે આશરે 10 કિમી ટ્રેકિંગ કર્યું અને ત્યાં ભગવાન વેંકટેશ્વરની પૂજા કરી હતી.
એક અધિકારીએ જણાવ્યું કે પહાડ પર પહોંચવા માટે રાહુલને આશરે 2 કલાકનો સમય લાગ્યો હતો.
પહાડ પર પહોંચ્યા બાદ કૉંગ્રેસ અધ્યક્ષ તોડી વાર માટે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ અતિથિ ગૃહમાં રોકાયા અને બાદમાં મંદિર ગયા હતા.
મંદિરના અધિકારીએ જણાવ્યું કે પૂજા બાદ રાહુલને પવિત્ર રેશમી કાપડ, પ્રસાદ અને એક પવિત્ર સ્મૃતિ ચિહ્ન ભેટ આપવામાં આવ્યું. તેઓ આશરે 20 મિનિટ સુધી મંદિરમાં રોકાયા હતા.