કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ મુલાકાતમાં નવા સ્વરૂપો જોવા મળી રહ્યા છે. અગાઉ તેઓ કેરળમાં માછીમારો સાથે દરિયામાં સ્વિમિંગ કરતા જોવા મળ્યા અને સિક્સ પેક એબ્સ પણ દર્શાવ્યા હતા. સોમવારે રાહુલ ગાંધીએ તમિલનાડુની મુલાકાતમાં કન્યાકુમારીમાં રોડ શો કર્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધી એક અલગ શૈલી જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે મૃળગમૃદુબ્ન , ક્ન્યાકુમારીની સેન્ટ જોસેફ મેટ્રિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાત કરી હતી. રાહુલ ગાંધી શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે નૃત્ય કર્યું હતું.


રાહુલે અહીંયા યુવા વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી અને એ દરમિયાન એક વિદ્યાર્થીની સાથે તેઓ પુશ અપ્સ લગાવતા નજરે પડ્યા હતા. રાહુલ ગાંધીએ આઈકીડો (એક પ્રકારની માર્શલ આર્ટ) પરફોર્મ કર્યુ હતુ અને પછી એક વિદ્યાર્થી સાથે સ્ટેજ પર જ પુશ અપ્સ લગાવવાના શરુ કરી દીધુ હતુ.

આ વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે અને તેમાં જોવા મળી રહ્યુ છે તે પ્રમાણે નવ સેકન્ડમાં તેમણે 13 પુશ અપ્સ કર્યા હતા.રાહુલ ગાંધીએ પહેલા પુશઅપ કર્યું હતું અને પછી વિદ્યાર્થીને એક હાથથી પુશ-અપ કરવા કહ્યું હતું. રાહુલ ગાંધીએ પોતે પણ એક હાથથી પુશઅપ કર્યું હતું. રાહુલ ગાંધીએ જે વિદ્યાર્થીની સાથે પુશ અપ્સ લગાવ્યા હતા તે દસમા ધોરણમાં ભણે છે અને તેનુ નામ મેરોલિન શેનિધા છે.


રાહુલ ગાંધી આ પહેલા કેરાલામાં પણ માછીમારો સાથે મધ દરિયે પહોંચી ગયા હતા અને તેમણે માછીમારો સાથે દરિયામાં ઝંપલાવીને સ્વિમિંગ પણ કર્યુ હતુ.