Bageshwar Dham Sarkar: બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફરિયાદ નોંધાઇ છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિરડીના સાંઈ બાબા પર એક નિવેદન આપ્યુ હતુ. હવે આ મામલે મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા બદલ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે. બાગેશ્વર ધામ સરકાર વિરુદ્ધ આ ફરિયાદ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં શિવસેના (ઉદ્ધવ જૂથ) યુવા સેનાના નેતા અને શિરડી સાંઈ સંસ્થાનના ભૂતપૂર્વ ટ્રસ્ટી રાહુલ કનાલે ધીરેન્દ્ર શાસ્ત્રી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.


જાણો કોણ છે રાહુલ કનાલ - 
રાહુલ કનાલ શિવસેનાની યુવા સેનાના સભ્ય અને યુવા નેતા છે. આ સાથે તેઓ શ્રી સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટ, શિરડીના પૂર્વ ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે. રાહુલ BMCની એજ્યુકેશન કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત રાહુલ કેનાલ આઈ લવ મુંબઈ ફાઉન્ડેશનના ફાઉન્ડર પણ છે. રાહુલ કનાલના ઠાકરે પરિવાર સાથે સારા અને ગાઢ સંબંધો છે, અને તે આદિત્ય ઠાકરેના નજીકના પણ ગણાય છે. 


ખાસ વાત છે કે, રાહુલ કનાલએ એવો નેતા છે, જેની નેતાઓ ઉપરાંત બૉલીવુડ સેલિબ્રિટીઓ સાથે પણ સારા સંબંધો છો. તે કેટલાય બૉલીવુડ સ્ટાર્સની નજીક છે, અને ખાસ કરીને તેને સલમાન ખાન સાથ તેના પારિવારિક સંબંધો રહ્યાં છે. અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝથી લઇને વિરાટ કોહલી તેના મિત્રો છે. 






સાંઈ બાબા વિશે આપવામાં આવ્યું હતુ વિવાદાસ્પદ નિવેદન - 
આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાંઈ બાબાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે શિયાળની ચામડી પહેરીને કોઇ સિંહ બની શકતું નથી. તેમણે કહ્યું, સાંઈ બાબા સંત અને ફકીર હોઇ શકે છે, પરંતુ ભગવાન તે ન હોઈ શકે. આપણા ધર્મમાં શંકરાચાર્યનું સૌથી મોટું સ્થાન છે, તેમણે સાંઈ બાબાને દેવતાઓનું સ્થાન આપ્યું નથી.


મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રબુદ્ધ ભક્તોના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, આપણા પરમ ગુરુ શંકરાચાર્યએ ક્યારેય સાંઈ બાબાને દેવતાનો દરજ્જો નથી આપ્યો. તેમણે કહ્યું કે- શંકરાચાર્ય હિંદુ ધર્મના વડાપ્રધાન છે, તેથી દરેક સનાતનીએ તેમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.