Raigad Suspicious Boat: મહારાષ્ટ્રના રાયગડ કિનારેથી ત્રણ AK-47 રાઇફલ્સ અને બુલેટ્સ સાથેની એક બોટ મળી આવ્યાના કલાકો પછી, મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે માહિતી આપી છે કે, આ બોટનું નામ "લેડીહાન" છે અને તે ઓસ્ટ્રેલિયન નાગરિક હાના લોર્ડોર્ગન નામની મહિલાની માલિકીની છે. રાયગઢ અને આસપાસના વિસ્તારોમાં હાલ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, કોસ્ટ ગાર્ડના અધિકારીએ કહ્યું છે કે, સુરક્ષા માટે કોઈ ખતરો નથી.


ત્રણ AK-47 રાઇફલ્સ સાથે મળેલી બોટ વિશે માહિતી આપતાં અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે, આ બોટના તમામ ક્રૂ મેમ્બર્સને આ વર્ષે જૂનમાં ઓમાનના દરિયાકાંઠે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા હથિયાર વેચનારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે મુજબ આ બોટમાંથી મળી આવેલા હથિયારોનો સીરીયલ નંબર તે હથિયાર વેચનારની ઇન્વેન્ટરીમાંથી ગુમ થયેલા હથિયારો સાથે મેચ થાય છે.


દરમિયાન હથિયારો સાથે મળી આવેલી આ બોટની નજીક આવેલા 'ભારન ખોલ કિનારા' પાસે બીજી એક બોટ મળી આવી હતી, જેમાં લાઈફ જેકેટ અને કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. આ બોટમાં પણ કોઈ વ્યક્તિ મળી આવી ન હતી.


ત્રણ  AK-47 રાઇફલ્સ અને બુલેટ્સ સાથેની બોટ મળીઃ


તમને જણાવી દઈએ કે, મુંબઈને અડીને આવેલા રાયગડમાં બે શંકાસ્પદ બોટ મળી આવી છે. બોટમાંથી ત્રણ AK-47 અને બુલેટ્સ મળી આવ્યા હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, એક માછીમારે મુંબઈ પોલીસને જાણ કરી, જેના પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. આ સાથે જ બોટમાંથી હથિયારો મળી આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું






કહેવામાં આવી રહ્યું છે કે આ હથિયારોમાંથી AK-47 રાઈફલ્સ પણ મળી આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બોટમાં કોઈ વ્યક્તિ હાજર ન હતી. એમાં હથિયાર જ હતા. બોટમાં હથિયાર મળ્યા બાત રાજ્યની ATS આ સમગ્ર મામલાની તપાસ કરી શકે છે.