Tamil Nadu : તામિલનાડુના ધર્મપુરી જિલ્લાની એક સરકારી શાળાની મુખ્ય શિક્ષિકાએ રાષ્ટ્રધ્વજ ફરકાવવા અથવા સલામી આપવાનો ઇનકાર કર્યા પછી વિવાદમાં આવી ગઈ છે, કારણ કે તેણીએ કહ્યું હતું કે તેનો ધર્મ તેને આવું કરવાની મંજૂરી આપતો નથી. સોમવારે સ્વતંત્રતા દિવસે પણ મુખ્ય શિક્ષિકાએ ધ્વજ ફરકાવવાની ના પાડી હતી.
દર વર્ષે બીમારીનું બહાનું કાઢતા રહે છે
ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, જ્યારે મુખ્ય શિક્ષિકાએ ધ્વજ ફરકાવવાની ના પાડી ત્યારે સહાયક મુખ્ય શિક્ષકે સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવ્યો.
મુખ્ય શિક્ષિકા તમિલસેલ્વી છેલ્લા ચાર વર્ષથી શાળામાં કર્મચારી છે અને દર વર્ષે બીમારનું બહાનું કાઢીને ધ્વજ ફરકાવવાનું ટાળે છે. ગત 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે તેણીની સુવિધા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી કારણ કે તેણી 2022ના અંત સુધીમાં તેઓ નિવૃત્ત થવાના છે.
“યાકોબા ખ્રિસ્તી છું, રાષ્ટ્ર ધ્વજને સલામી નહીં આપું”
15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય શિક્ષિકા તમિલસેલ્વી શાળાએ ગયા. બાદમાં તમિલસેલ્વીએ એક વિડિયોમાં કહ્યું કે તેનો અર્થ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો નહોતો, પરંતુ તે યાકોબા ખ્રિસ્તી હોવાથી ધ્વજ ફરકાવવા અને સલામી આપવાનું ટાળ્યું હતું. તેણે કહ્યું કે તે માત્ર પોતાના ભગવાનની જ પૂજા કરે છે અન્ય કોઈની નહીં. ત્યારબાદ તેમણે સહાયક મુખ્ય શિક્ષિકાને ધ્વજ ફરકાવવા માટે કહ્યું.
મુખ્ય શિક્ષિકા પર ચોક્કસ ધર્મ પ્રત્યે પક્ષપાતભર્યુ વર્તનબી આરોપ
સરકારી શાળાના પ્રિન્સિપાલના નિવેદનનો વિડિયો વાયરલ થયા બાદ ગ્રામજનોએ ધર્મપુરીના મુખ્ય શિક્ષણ અધિકારીને ઔપચારિક ફરિયાદ આપી અને શાળાની મુખ્ય શિક્ષિકા સામે પગલાં લેવાની માંગ કરી. ફરિયાદમાં જણાવાયું છે કે વર્ષોથી તેઓ સ્વતંત્રતા દિવસે બીમારીનું બહાનું કાઢી ધ્વજ લહેરાવવાનો ઇનકાર કરે છે અને રજા લઇ લે છે. ગ્રામજનોએ એ પણ ફરિયાદ કરી કે મુખ્ય શિક્ષિકા ચોક્કસ ધર્મ પ્રત્યે પક્ષપાતભર્યુ વર્તન કરતા હતા.
જો કાર્યવાહી નહીં થાય તો બાળકોને સ્કૂલે નહીં મોકલીએ : ગ્રામજનો
ગ્રામજનોએ એમ પણ કહ્યું કે જો મુખ્ય શિક્ષણ અધિકારી કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો તેઓ તેમના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરશે.
તાજેતરના દિવસોમાં ઓડિયો કે વીડિયો લીક થયા બાદ સરકારી શાળાના શિક્ષકો સ્કેનર હેઠળ આવી રહ્યા છે. આ પહેલા એક શાળાના શિક્ષકનો દલિતો પ્રત્યે પૂર્વગ્રહ દર્શાવતો ઓડિયો વાયરલ થયો હતો અને વિવાદ સર્જાયો હતો.