રેલવેના પ્રવાસીઓ માટે ખુશખબર છે, રેલવે પીએસયૂ રેલ ટેલે ગુરૂવારથી તેમની પ્રિપેડ  વાઇ-ફાઇ સેવા શરૂ કરી દીધી છે.રેલટેલેના સીએમડી પુનિત ચાવલાએ કહ્યું, ‘અમે યૂપીના 20 સ્ટેશનો પર પ્રિપેડ વાઇફાઇનો ટેસ્ટ કર્યો અને તેનાથી મળેલા ફીડબેકની સાથે અમે આ યોજનાની શરૂઆત 4000 સ્ટેશનો પર કરી રહ્યાં છીએ.અમારી યોજના બધા જ રેલવે સ્ટેશનોને રેલ વાયર વાઇફાઇથી જોડવાની છે’


આ રીતે કરી શકશો પેમેન્ટ

પુનિત ચાવલાએ કહ્યું કે, યુઝર્સ તેની જરૂરિયાત મુજબ પ્લાન લઇ શકે છે.  પ્રીપેડ પેમેન્ટ યુઝર્સ નેટ બેન્કિંગ, ઇ વોલેટ, અથવા ક્રેડિટ કાર્ડ યુઝ કરી શકે છે. યુઝર્સ આ પ્લાન ઓનલાઇન લઇ શકે છે. કોરોના મહામારી પહેલા દર મહિને ત્રણ કરોડ લોકો આ યોજનાનો લાભ લેતા હતા. તેમણે કહ્યું કે, જો પરિસ્થિતિ સામાન્ય રહેશે છે અને મુસાફરોની સંખ્યા પહેલા જેટલી થશે તો  પ્રીપેડ વાઇફાઇ સેવાથી વાર્ષિક 10-15 કરોડની આવક થવાની ધારણા છે.

આ છે પ્લાન

  • 10 રૂપિયામાં 5 જીબી ડેટા, એક દિવસ માટે

  • એક દિવસ માટે, 10 રૂપિયામાં 10 જીબી ડેટા

  • 5 દિવસ માટે 20 રૂપિયામાં 10 જીબી ડેટા

  • 30 રૂપિયામાં 20 જીબી ડેટા, પાંચ દિવસ માટે

  • 10 દિવસ  માટે 40 રૂપિયામાં 20 જીબી ડેટા

  • 50 રૂપિયામાં 30 જીબી ડેટા,  10 દિવસ માટે

  • 70 રૂપિયામાં 60 જીબી ડેટા,  30 દિવસ માટે