મુંબઇ: દેશમાં કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે વેક્સિનેશન શરૂ થઇ ગયું છે. આ સમયે રિલાયન્સન ફાઉન્ડેશનના ચેરપર્સન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ મોટી જાહેરાત કરી છે. નીતા અંબાણીએ જાહેરાત કરતા જણાવ્યું કે, રિલાયન્સ કંપનીના તમામ કર્મચારી અને તેના પરિવારનો વેક્સિનેશનનો ખર્ચ રિલાયન્સ કંપની ઉઠાવશે.

નીતા અંબાણીએ કર્મચારીઓને કરી અપીલ

નીતા અંબાણીએ રિલાયન્સના તમામ કર્મચારીને અપીલ કરી છે કે, જે પણ કર્મચારી વેક્સિન લગાવવા ઇચ્છે છે, તેમણે વેક્સિનેશન માટે ઝડપથી રજિસ્ટ્રેશન કરાવવી લેવું જોઇએ. જેથી ઝડપથી આ મહામારીથી છૂટકારો મળે. નીતા અંબાણીએ કહ્યું કે, ‘અત્યાર સુધી આપણે સાવધાની વર્તીને મહામારી સામે લડત આપી હવે આપણે આ લડતના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ અને આપણે જીતીશું. મેં અને મુકેશ અંબાણીએ નક્કી કર્યું છે કે, રિલાયન્સના તમામ કર્મચારીઓને અને તેના પરિવાનો વેક્સિનેશનનો ખર્ચ કંપની ઉઠાવશે’

ઇન્ફોસિસ- એક્સેંચર કરી ચૂકી છે જાહેરાત

દેશની સૌથી મોટી ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપની ઇન્ફોસિસ અને ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની  એક્સેંચર પણ કર્મચારીઓને ફ્રી વેક્સિન આપવાની જાહેરાત કરી ચૂકી છે. ઇન્ફોસિસ તેમના કર્મચારીઓ અને તેમના પરિવારનો વેકસિનેશનનો ખર્ચ ઉઠાવશે.