Railway Rules For Luggage: ભારતીય રેલવેમાં દરરોજ લગભગ 3 કરોડ મુસાફરો મુસાફરી કરે છે. મુસાફરોની સંખ્યાના સંદર્ભમાં ભારતીય રેલવે વિશ્વની ચોથી સૌથી મોટી રેલવે વ્યવસ્થા છે. રેલવે મુસાફરો માટે દરરોજ હજારો ટ્રેનો દોડાવે છે. ભારતીય રેલવેએ ટ્રેનમાં મુસાફરીને લઈને ઘણા નિયમો બનાવ્યા છે. જેનો તમામ મુસાફરોએ સ્વીકાર કરવો પડશે.


રેલવેએ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોના સામાન માટે પણ નિયમ બનાવ્યો છે. એટલે કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફર કેટલો સામાન લઈ જઈ શકે છે. ભારતીય રેલવેએ આ માટે એક મર્યાદા નક્કી કરી છે. તે મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવા પર મુસાફરોને દંડ થઈ શકે છે.


ભારતીય રેલવેએ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરો માટે સામાન લઈ જવાની મર્યાદા નક્કી કરી છે. રેલવેના નિયમો અનુસાર, મુસાફરો અલગ-અલગ કોચમાં અલગ-અલગ વજનનો સામાન લઈ જઈ શકે છે. એટલે કે જો કોઈ મુસાફર ફર્સ્ટ એસી કોચમાં મુસાફરી કરી રહ્યો હોય તો તે 70 કિગ્રા વજનનો સામાન લઇ જઇ શકે છે. જેમાંથી 15 કિગ્રા માર્જિનલ છે તો તે મહત્તમ 150 કિગ્રા જ લઇ શકે છે


જો કોઈ સેકન્ડ એસી કોચમાં મુસાફરી કરી રહ્યું હોય તો વ્યક્તિ 50 કિલો સુધીનો સામાન લઇ જઇ શકે છે. જેમાં માર્જિનલ 10 કિલો છે, જ્યારે મહત્તમ 100 કિલો છે. જો કોઈ વ્યક્તિ થર્ડ એસી કોચમાં મુસાફરી કરી રહ્યો હોય તો તે 40 કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે, જેમાં માર્જિનલ 10 કિલોનો સમાવેશ થાય છે. જ્યારે સ્લીપરમાં તમે 40 કિગ્રા, માર્જિનલ 10 કિલો તો મહત્તમ વજન 80 કિગ્રા લઈ શકો છો.


જો કોઈ ભારતીય રેલવે દ્વારા સામાનના વજન માટે નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કરે છે. અને તે કોચની કેટેગરીના હિસાબે વધુ સામાન લઇ જાય છે તો ભારતીય રેલવે તેના પર દંડ લાદી શકે છે. જો કોઈ વ્યક્તિ પોતાની સાથે ઘણો સામાન લઈને જઈ રહ્યો હોય તો તેને ટ્રેનના લગેજ વાનમાં બુક કરીને લઇ જાય તે વધુ સારું છે.                                 


દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર