Mahakumbh 2025:  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13મી ફેબ્રુઆરીથી મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે, જેની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જો કે આ દરમિયાન અનેક ખોટા સમાચારો પણ ફેલાઇ રહ્યા છે. ભારતીય રેલવે અનુસાર, કેટલાક મીડિયા આઉટલેટ્સ એવા રિપોર્ટ્સ ફરતા કરી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મહા કુંભ મેળા દરમિયાન મુસાફરોને મફત મુસાફરીની મંજૂરી આપવામાં આવશે. પરંતુ રેલવે મંત્રાલયે આ દાવાઓને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે મહા કુંભ મેળા દરમિયાન મુસાફરોને મફત મુસાફરીની મંજૂરી આપવાની કોઈ જોગવાઈ નથી અને આ તમામ અહેવાલો પાયાવિહોણા છે.






રેલવેએ મહાકુંભના મુસાફરોને મફત ટિકિટ મળવાના સમાચારને ફેક ગણાવ્યા


ભારતીય રેલવેએ કહ્યું કે તેઓ આ તમામ અહેવાલોનું સ્પષ્ટપણે ખંડન કરે છે કારણ કે તે સંપૂર્ણપણે પાયાવિહોણા અને ભ્રામક છે. રેલવે મંત્રાલયનું કહેવું છે કે ભારતીય રેલવેના નિયમો હેઠળ માન્ય ટિકિટ વિના મુસાફરી કરવા પર સખત પ્રતિબંધ છે અને તે સજાપાત્ર ગુનો છે. મહાકુંભ મેળા કે અન્ય કોઈ પ્રસંગ દરમિયાન મફત મુસાફરીની કોઈ જોગવાઈ નથી. ભારતીય રેલવે મહાકુંભ દરમિયાન મુસાફરો માટે અવિરત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.


ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર, મહાકુંભ દરમિયાન લોકોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે મુસાફરોના અપેક્ષિત ધસારાને મેનેજ કરવા માટે વિશેષ હોલ્ડિંગ એરિયા, વધારાના ટિકિટ કાઉન્ટર અને અન્ય જરૂરી સુવિધાઓ સહિતની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


વાસ્તવમાં ફેક ન્યૂઝમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય રેલવેએ કુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ સાથે સંબંધિત એક પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કુંભથી પરત ફરનારા મુસાફરોને સામાન્ય રીતે મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવાની જરૂર રહેશે નહીં. કોચ જો આ પ્રસ્તાવને મંજૂરી મળી જશે તો કુંભથી પરત ફરતી વખતે મુસાફરોને જનરલ ડબ્બાની ટિકિટની જરૂર નહીં પડે, એટલું જ નહીં ભારતીય રેલવે કુંભ માટે લગભગ 13000 ટ્રેનો પણ દોડાવવા જઈ રહી છે. જોકે, હવે રેલવેએ આ અહેવાલોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.


MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ