IRCTC પરથી ઓનલાઈન ટિકિટ બુકિંગમાં થઈ રહેલી સમસ્યા માટે રેલવેએ આ કારણ ગણાવ્યું જવાબદાર, જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 May 2020 12:41 PM (IST)
રેલવે સત્તાધીશોએ લોકોને ધીરજ રાખવાની સલાહ આપી કહ્યું કે, મહત્તમ લોકો ટિકિટ બુક કરી શકે તે નિશ્ચિત કરવા તત્પર છીએ.
નવી દિલ્હીઃ 1 જૂનથી દોડનારી 200 ટ્રેન માટે આજે સવારે 10 વાગ્યાથી ઓનલાઈન બુકિંગ શરૂ થયું હતું. પરંતુ થોડી જ ક્ષણોમાં બુકિંગ કરાવવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે. આ અંગે રેલવે સત્તાધીશોને સંપર્ક કરવામાં આવતાં તેમણે જે જવાબ આપ્યો તે સાંભળીને આશ્ચર્ય થશે. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, રેલવે વિભાગે જણાવ્યું કે એક જ સમયે ખૂબ લોકોએ લોગઈન કર્યુ અને સ્વાભાવિક છે કે 200 ટ્રેનની રિઝર્વેશન સિસ્ટમને કાર્યરત થવામાં થોડો સમય લાગશે. એમ્ફાન વાવાઝોડાના કારણે ટેકનિકલ સમસ્યા સર્જાઈ છે અને થોડા જ સમયમાં તેનો ઉકેલ લાવી દેવામાં આવશે. રેલવે સત્તાધીશોએ લોકોને ધીરજ રાખવાની સલાહ આપી કહ્યું કે, મહત્તમ લોકો ટિકિટ બુક કરી શકે તે નિશ્ચિત કરવા તત્પર છીએ. આ 200 ટ્રેનો માટે માત્ર ઓનલાઈન બુકિંગની જ સુવિધા હશે. રિઝર્વેશન કાઉન્ટરથી કોઈ જ ટિકિટ બૂક નહીં થાય. આ માટે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ 30 દિવસ હશે, RAC અને વેઈટિંગ લિસ્ટ અગાઉની માફક હશે. એસી અને નોન એસી ઉપરાંત જનરલ કોચ પણ હશે. પરંતુ જનરલ કોચમાં પણ સીટ રિઝર્વ ટિકિટવાળી જ હશે. ગુજરાતમાં જે ટ્રેન શરૂ થશે તેમાં અમદાવાદથી હાવડા, મુંબઇ સેંટ્રલથી અમદાવાદ , અમદાવાદથી દરભંગા , અમદાવાદથી વારાણસી, સુરતથી છાપરા, દિલ્હીથી અમદાવાદ , અમદાવાદથી મુઝફ્ફરનગર, અમદાવાદથી ગોરખપુર, અમદાવાદથી નિઝ્ઝામુદ્દીનનો સમાવેશ થાય છે. રેલવે અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ટ્રેનોનું ભાડુ સામાન્ય હશે, પણ જનરલ કોચમાં સીટ બૂક કરવા માટે સ્લીપરનું ભાડુ આપવાનું રહેશે. રેલવેએ કહ્યું છે કે તમામ યાત્રીઓને સીટ મળશે એટલે કે કોઈ વેઈટિંગ નહીં હોય. ટ્રેનમાં કોઈ પણ યાત્રી વેટિંગ ટિકિટ પર યાત્રા કરી શકશે નહીં. એટલે કે કોઈ પણ અનારક્ષિત ટિકિટ નહીં મળે અને ન તો તત્કાલ ટિકિટની કોઈ વ્યવસ્થા છે.