નવી દિલ્હી: ભારતીય રેલવેએ રેલ ભાડામાં વધારો કર્યો છે. રેલવેના આદેશ મુજબ, મુસાફરોના બેસિક ભાડામાં વધારો કર્યો છે. નોન સબ-અર્બન ભાડામાં 1 પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો કરવામાં આવ્યો છે. ભાડામાં વધારો એક જાન્યુઆરીથી લાગુ થશે.


નોન એસી ટ્રેન અને મેલ એક્સપ્રેસના ભાડામાં બે પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો કરવામાં આવ્યો છે.જ્યારે એસી ક્લાસના ભાડામાં ચાર પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો કરાયો છે. આ ભાડુ શતાબ્દી અને રાજધાની ટ્રેનો પર લાગુ થશે.


રેલવેએ જણાવ્યું કે ઉપનગરીય (સબ-અર્બન)ભાડામાં વધારો નથી કરવામાં આવ્યો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ટિકિટ પહેલાથી જ બુક કરી લેવામાં આવી હશે તો તેના પર ભાડામાં વધારાનો આદેશ લાગુ નહી થાય. એક જાન્યુઆરી પહેલા તમે ટિકિટ બુક કરી હશે તો તમારે ભાડુ વધારે નહી ચૂકવવું પડે. રેલવેએ કહ્યું કે આરક્ષણ રિઝર્વેશન ફી અને સુપરફાસ્ટ ચાર્જમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો.