મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ  મુંબઈમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે સીએએ પર ચર્ચા થઈ શકે છે, પરંતુ આપણે કોઈ એવા વ્યક્તિને દેશમાં શરણ કેમ આપીએ, જે ગેરકાયદેસર રીતે બહારથી આવ્યા હોય?

તેમણે કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા મુસ્લિમ ઘુસણખોરોને બહાર કરવા માટે અમે કેંદ્ર સરકારને સમર્થન કરશું. તેમણે આગળ કહ્યું કે કેટલાક મુદ્દાઓ પર રાજ્યના ગૃહમંત્રી અથવા મુખ્યમંત્રીને મળીશ.


રાજ ઠાકરેએ આગળ કહ્યું કે અમે 9 ફેબ્રુઆરીના પાકિસ્તાન અને બાંગ્લાગદેશથી ભારત આવેલા ગેરકાયદેસર ઘુસણખોરોને ભગાડવા એક વિશાળ રેલીનું આયોજન કરીશું.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) પ્રમુખ રાજ ઠાકરેએ ગુરુવારે મુંબઈમાં બાલા સાહેબ ઠાકરેની જયંતી પર પાર્ટીનો નવો ભગવો ઝંડો લોન્ચ કર્યો છે. આ સિવાય રાજ ઠાકરેના પૂત્ર અમિત ઠાકરેએ પણ રાજનીતિમાં એન્ટ્રી કરી છે.