મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ 19 દિવસના નાટકીય ઘટનાક્રમ બાદ આજે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાનસની ભલામણને મંજૂરી આપી દીધી છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કેંદ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.


રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયા બાદ ટ્વિટ કરી કહ્યું, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી મહારાષ્ટ્રની જનતાનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાને લઈને હસ્તાક્ષર કરી દિધા છે. આ પહેલા રાજ્યપાલના નિવેદનમાં કહેવામાં આવ્યું કે રાજ્યમાં પરિણામના 15 દિવસ બાદ પણ એક સ્થાયી સરકાર સંભવ નથી.