આ પછી આજે સાંજે NCP અને કોંગ્રેસના નેતાઓની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પ્રફુલ પટેલ, શરદ પવાર, અહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા. જેમાં કોંગ્રેસ નેતા અહમદ પટેલે જણાવ્યું કે, “જે રીતે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે તેની હું આલોચના કરું છું. ભાજપ, શિવસેના અને એનસીપીને સરકાર બનાવવા આમંત્રણ મળ્યું પણ કોંગ્રેસ ને નહી. કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ ન આપવું રાજ્યપાલની ભૂલ છે. રાષ્ટ્રપતિ શાસન લગાવીને બંધારણની મજાક ઉડાવવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસ અને એનસીપી કોમન મિનિમમ પ્રોગ્રામને લઈ કોઈ મતભેદ નથી પરંતુ શિવસેના અમારી સાથે ચૂંટણી લડ્યું નહોતું તેથી તેમની સાથે વાત કરવાની બાકી છે. એનસીપી સાથે વાત કર્યા બાદ અમે શિવસેના સાથે વાત કરીશું.”
NCPના શરદ પવારે કહ્યું, અમે ફરી ચૂંટણી નથી ઈચ્છતા. સરકાર બનાવવા અંગે કોંગ્રેસ સાથે વાતચીત પૂર્ણ ન થાય ત્યાં સુધી આગળ વધવાનો કોઈ મતલબ નથી.
મહારાષ્ટ્રમાં લાગુ થયું રાષ્ટ્રપતિ શાસન, કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી
મોડાસાના દાવલી પાસે ટ્રકે મુસાફરો ભરેલી રીક્ષાને લીધી અડફેટે, શામળાજી દર્શન કરી પરતા ફરતા 4 શ્રદ્ધાળુના મોત