કોટાઃ રાજસ્થાનના કોટામાં કાર ચંબલ નદીમાં ખાબકતાં 9 લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. કારમાં બેસીને પરિવારના સભ્યો લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા, ત્યારે કોટામાં છોટી પુલિયા પરથી ચંબલ નદીમાં કાર ખાબકતાં વરરાજા સહિત 9 લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને રેસ્ક્યૂની ટીમ દોડી આવી હતી. અને ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી રહી હતી.


ચંબલ નદીમાંથી 9 લાશો બહાર કાઢવામાં આવી છે. જેમાં વરરાજાનો પણ સમાવેશ થાય છે. જાન ઉજ્જૈન જઈ રહી હોવાનું કોટા પોલીસે જણાવ્યું હતું. સ્પીડ બ્રેકરને કારણે બેકાબૂ બનેલી કાર 15 ફૂટ નીચે ચંબલ નદીમાં ખાબકી હતી. જેમાં વરરાજા અને તેના પરિવારના સભ્યો ઉપરાંત ડ્રાઇવર સવાર હતા. જાણવા મળી રહ્યું છે કે, કાર મધ્ય પ્રદેશના ઉજ્જૈન જઈ રહી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આી હતી. ક્રેનની મદદથી કાર બહાર કાઢવામાં આવી હતી. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. તેમજ લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. કારમાં સવાર લોકો રાજસ્થાનમાં ચૌથ કા બરવાડાથી ઉજૈન જાન લઈને જઈ રહ્યા હતા.






 


Navsari : આઇસરે ટક્કર મારતાં યુવકનું મોત, માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવતાં દુઃખનો પહાડ તૂટી પડ્યો


નવસારીઃ  શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં  હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.  રેલવે સ્ટેશન પાસે એક આઈસરે બાઇક સવારને અડફેટે લીધો હતો.  આઇસર ટેમ્પોની અડફેટે આવતા બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કૃણાલ ગુપ્તા નામના યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.  મૂડ અલીગઢના જટારી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.


માતા-પિતાએ પોતાનો એકનો એક દીકરો ગુમાવત દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.  ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.