નવી દિલ્હી: રાજસ્થાનમાં કૉંગ્રેસની સામે ઉભા થયેલા રાજકીય સંકટ વચ્ચે સોમવારે ધારાસભ્ય દળની બેઠકમાં ઉપ મુખ્યમંત્રી સચિન પાટલટ સામેલ નહી થાય. સૂત્રોએ આ વાતની જાણકારી આપી છે. સચિન પાયલટનું નિવેદન જાહેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે તેમને કુલ 30 ધારાસભ્યોનું સમર્થન છે અને રાજસ્થાનની સરકાર લધુમતિમાં છે. આ નિવેદન બાદ રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકારનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે. આ 30 ધારાસભ્યો કોણ છે તેનો ખુલાસો સચિન પાયલટે નથી કર્યો. તેમના નિવેદનમાં ધારાસભ્યોના નામનો ઉલ્લેખ નથી.
જ્યારે અશોક ગહેલોતના એક ધારાસભ્યએ સચિન પાયલટના આ દાવાને નકાર્યો છે. તેમણે કહ્યું 30 ધારાસભ્યો નથી. રાજ્યસભાની ચૂંટણીમાં પણ આ પ્રકારની વાત આવી હતી. પરંતુ ચૂંટણી સમયે કૉંગ્રેસને 123 મત મળ્યા હતા. અશોક ગહેલોતના નેતૃત્વ રાજસ્થાનમાં કૉંગ્રેસ સરકાર પૂરી રીતે મજબૂત છે એમાં કોઈ શક નથી.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે ભાજપ તેની સરકાર ઉથલાવવાની કોશિશ કરી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્રીય નેતાગીરીના ઈશારે અહીં રમત રમાઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ દરમિયાન રાજસ્થાનમાં પણ મધ્યપ્રદેશ જેવો ઘટનાક્રમ બને તેમ લાગી રહ્યું છે.
રાજસ્થાન વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સંખ્યા 200 છે. તેમાંથી કોંગ્રેસના 107 ધારાસભ્યો છે. ઉપરાંત તેમને 13 અપક્ષ ઉમેદવારોનું સમર્થન છે. આરએલડીના એક ધારાસભ્ય સુભાષ ગર્ગ પણ સરકારમાં કેબિનેટ મંત્રી છે. આ રીતે ગેહલોત સરકારને 121 ધારાસભ્યોનું સમર્થન છે. બીજી તરફ ભાજપના 72 ધારાભ્યો છે.
કાલે ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ નહી થાય પાયલટ, કહ્યું- ગહેલોત સરકાર લધુમતિમાં, મારી પાસે 30 MLA નું સમર્થન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2020 10:46 PM (IST)
રાજસ્થાનમાં કૉંગ્રેસની સામે ઉભા થયેલા રાજકીય સંકટ વચ્ચે સોમવારે ધારાસભ્ય દળની બેઠકમાં ઉપ મુખ્યમંત્રી સચિન પાટલટ સામેલ નહી થાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -