Delhi Mumbai Expressway Bus Accident: રાજસ્થાનમાં એક મોટી દૂર્ઘટના ઘટી છે, રાજસ્થાનના દૌસા જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક ગમખ્વાર અકસ્માતમાં સર્જાયો છે, એક સ્વીપર કૉચ બસે પાછળથી એક ટ્રેલરને ટક્કર મારી હતી જેમાં બસમાં સવાર બે ડઝનથી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી. લગભગ આંકડો 45થી વધુનો હોવાનું મનાઇ રહ્યું છે. આ અકસ્માત નાગલ રાજાવતન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીલર નંબર 198 પાસે થયો હતો.


પ્રાપ્ત માહિતી અનુસાર, બસમાં મુસાફરી કરી રહેલા લોકો દિલ્હીના હતા અને મહાકાલના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા. આ ઘટના ત્યારે બની હતી જ્યારે બસના ચાલકે ટ્રેલર કાબુ ગુમાવ્યો હતો અને ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગને મોટું નુકસાન થયું હતું, બસના છાપરા ઉડી ગયા હતા અને કેટલાય મુસાફરો ઘાયલ થયા હતા. સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકોએ તત્પરતા દાખવી ઘાયલોને તાત્કાલિક બહાર કાઢ્યા અને એમ્બ્યૂલન્સની મદદથી નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા. પ્રારંભિક અહેવાલો અનુસાર, કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર છે, જ્યારે અન્યને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે.






નાગલ રાજાવતન પોલીસ સ્ટેશને ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતનું પ્રાથમિક કારણ બસ ડ્રાઈવરની બેદરકારી અને ઝડપ હોઈ શકે છે. હાલ ટ્રેલર ચાલકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને અકસ્માત અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. અકસ્માત બાદ સ્થાનિક પ્રશાસને એક્સપ્રેસ વે પર ટ્રાફિકને નિયંત્રિત કરવા વધારાના પગલાં લીધા છે. અધિકારીઓએ મુસાફરો અને ડ્રાઇવરોને રસ્તા પર સાવચેત રહેવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.


આ પણ વાંચો


'આ મુસલમાનોને છોડતા નઇ યોગીજી', માં-બહેનોને મોતને ઘાટ ઉતારનારા મોહમ્મદ અસદે CMને કરી આજીજી