જયપુર: રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવી લીધો છે. સદનમાં સરકાર દ્વારા લાવવામાં આવેલા વિશ્વાસ મત પ્રસ્તાવને ધ્વનિ મતથી પાસ કર્યો હતો.
વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીએ સદન દ્વારા મંત્રિપપરિષદમાં વિશ્વાસ વ્યક્ત કરવાના પ્રસ્તાવને સ્વીકાર કર્યો હોવાની જાહેરાત કરી હતી. તેના બાદ વિધાનસભાની કાર્યાવાહી 21 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
આ પહેલા સરકારના પ્રસ્તાવ પર થયેલી ચર્ચામાં જવાબ આપતા સીએમ ગેહલોત વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપને ફગાવી દીધાં હતા. તેની સાથે જ ગેહલોતે ધારાસભ્યના ફોન ટેપ કર્યા હોવાના આક્ષેપને નકારી દીધા હતા અને કહ્યું કે, રાજસ્થાનમાં આવી પરંપરા નથી.
વિશ્વાસ મત જીત્યા બાદ કૉંગ્રેસ નેતા સચિન પાયલટે કહ્યું કે, ટ્રસ્ટ વોટ, જે સરકાર દ્વારા લાવવામાં આવ્યો, આજે રાજસ્થાન વિધાનસભામાં સારા બહુમતથી પાસ કરવામાં આવ્યો. વિપક્ષ દ્વારા વિભન્ન પ્રયાસો બાદ પણ પરિણામ સરકારના પક્ષમાં છે.
રાજસ્થાન: અશોક ગેહલોત સરકારે વિધાનસભામાં મેળવ્યો વિશ્વાસ મત, 21 ઓગસ્ટ સુધી સદન સ્થગિત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Aug 2020 05:54 PM (IST)
વિશ્વાસ મત જીત્યા બાદ કૉંગ્રેસ નેતા સચિન પાયલટે કહ્યું કે, વિપક્ષ દ્વારા વિભન્ન પ્રયાસો બાદ પણ પરિણામ સરકારના પક્ષમાં આવ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -