Rajasthan News: રાજસ્થાનમાં આજે નવી સરકારની શપથ ગ્રહણ વિધિ પૂર્ણ થઇ ચૂકી છે, ભજનલાલ શર્મા રાજ્યના નવા મુખ્યમંત્રી બની ગયા છે. પૂર્વ સીએમ વસુંધરા રાજેએ રાજસ્થાનના નવા સીએમ તરીકે શપથ લેવા બદલ ભજનલાલ શર્માને અભિનંદન પાઠવ્યા છે. વસુંધરાએ 'X' પર લખ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ ભાજપ પરિવારના મહેનતુ સભ્ય ભજનલાલ શર્મા અને પ્રેમચંદ ભૈરવા અને દિયા કુમારીને ડેપ્યૂટી સીએમ તરીકે શપથ લેવા બદલ હાર્દિક અભિનંદન. શુભેચ્છાઓ.


વસુંધરા રાજેએ 'X' પર લખ્યું, "ભાજપ પરિવારના મહેનતુ સભ્ય શ્રી ભજનલાલ શર્માને રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ હાર્દિક અભિનંદન અને પ્રેમચંદ ભૈરવ અને સુશ્રી દિયા કુમારીને ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ હાર્દિક અભિનંદન. રાજસ્થાન અમારું કુટુંબ છે અને આ પરિવારની પ્રગતિ અને સમૃદ્ધિ અમારું લક્ષ્ય છે. મને વિશ્વાસ છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ માર્ગદર્શન હેઠળ રાજસ્થાનની નવી સરકાર ઝડપથી પ્રગતિના પંથે આગળ વધશે અને રાજ્યને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે.






શપથ ગ્રહણમાં હાજર રહ્યાં આ દિગ્ગજો 
રાજસ્થાનમાં શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, વસુંધરા રાજે, ગોવાના સીએમ પ્રમોદ સાવંત અને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ હાજરી આપી હતી. ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત પણ મંચ પર હાજર હતા. વસુંધરા રાજે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને અશોક ગેહલોત સ્ટેજ પર સાથે બેઠા હતા, આ દરમિયાન ત્રણેય વાતો કરતા અને હંસતા જોવા મળ્યા હતા.


ભાજપે રાજ્યની કમાન પ્રથમ વખત ચૂંટાયેલા ધારાસભ્ય ભજનલાલ શર્માને સોંપી છે, જ્યારે સૌથી વધુ મતોથી ચૂંટણી જીતનાર દિયા કુમારીને ડેપ્યૂટી સીએમ બનાવવામાં આવ્યા છે. ડુડુ વિધાનસભા સીટ પર કોંગ્રેસના બાબુલાલ નાગરને હરાવનાર પ્રેમચંદ ભૈરવને પણ ડેપ્યૂટી સીએમ બનાવવામાં આવ્યા છે.