રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર પર સંકટ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે આજે ફરી એકવાર 10 વાગ્યે જયપુરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળવા જઈ રહી છે. જેમાં નારાજ સચિન પાયલટ અને અન્ય ધારાસભ્યોને પણ હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, સચિન પાયલટ આજની બેઠકમાં પણ હાજર રહેશે નહીં. ત્યારે અશોક ગેહલોતે દાવો કર્યો છે કે, અપક્ષ સાથે કુલ 109 ધારાસભ્યોનું સમર્થન થશે ત્યારે સચિન પાયલટે દાવો કર્યો કે, 109 ધારાસભ્યોનું સમર્થન હોય તો ગેહલોત સાબિત કરીને બતાવે. સચિન પાયલટનો દાવો છે કે, અશોક ગેહલોતને માત્ર 84 ધારાસભ્યોનું સમર્થન છે.
કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને જયપુરમાં એક હોટલમાં રાખ્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસમાં ચાલી રહેલી માથાકૂટ વચ્ચે બીટીપીએ
પણ અશોક ગેહલોતને ઝટકો આપ્યો છે અને સમર્થન પાછું ખેચીં લીધું છે. રાજસ્થાનમાં બીટીપીના બે ધારાસભ્યો છે.
રાજસ્થાનમાં અશોક ગેહલોતે 109 MLAsના સમર્થનનો કર્યો દાવો તો સચિન પાયલટે શું કર્યો દાવો? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jul 2020 08:37 AM (IST)
રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર પર સંકટ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે આજે ફરી એકવાર 10 વાગ્યે જયપુરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળવા જઈ રહી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -