નવી દિલ્હીઃ રાજસ્થાનની રાજકીય ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના ડેપ્યુટી સીએમ પદ પરથી સચિન પાયલટને હટાવી દેવામાં આવ્યા છે. રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણની વચ્ચે સચિન પાયલટને મનાવવાના તમામ પ્રયાસો વ્યર્થ સાબિત થયા હતા.


સચિન પાયલટની ડેપ્યુટી સીએમ પદેથી હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ તેણે ટ્વિટ કરીને લખ્યું, સત્યને પરેશાન કરી શકાય છે પરાજિત નહીં.


જયપુરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ધારાસભ્ય દળની બેઠક ખતમ થયા બાદ રણદીપ સુરજેવાલાએ કહ્યું, અમને એક વાતનું દુઃખ છે કે ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ તથા કેટલાક મંત્રીઓ ભ્રમિત થઈને બીજેપીના ષડયંત્રમાં આવીને કોંગ્રેસ સરકાર ઉથલાવવામાં સામેલ થયા હતા. સચિન પાયલટને નાની ઉંમરમાં પાર્ટીએ ઘણું બધુ આપ્યું હતું.

સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને PCC પદેથી દૂર કરવામાં આવ્યા બાદ જયપુરમાં કોંગ્રેસના હેડક્વાર્ટર ખાતેથી તેમની નેમ પ્લેટ ઉતારી લેવામાં આવી હતી.