Rajasthan Education News: દેશમાં વિજ્ઞાનના ક્ષેત્ર વધુ એક મોટું કામકાજ કરવામાં આવી રહ્યું છે. વિજ્ઞાનના અનેક ચમત્કારો અને આશ્ચર્યજનક ઉદાહરણો ભારતમાં ખુબ બની રહ્યા છે. વળી, કેટલીક એવી ખગોળીય ઘટનાઓ પણ બને છે જે માત્ર વૈજ્ઞાનિકો માટે જ નહીં પરંતુ સામાન્ય લોકો માટે પણ ખૂબ જ રસપ્રદ છે. બ્રહ્માંડમાં આવી ઘણીબધી ગતિવિધિઓ ચાલી રહી છે, જે વિદ્યાર્થીઓ જાણવા માંગે છે. આવી અનેક જિજ્ઞાસાઓને શાંત કરવા અને મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ આપવા માટે કોટામાં નેશનલ સાયન્સ સેન્ટર અને ડિજિટલ પ્લેનેટૉરિયમની સ્થાપના કરવામાં આવી રહી છે. આ પ્લેનેટૉરિયમ કોટાના રાજીવ ગાંધી નગરમાં બનાવવામાં આવશે. આનાથી વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો આકર્ષક મૉડલ અને પ્રયોગો દ્વારા રોજિંદા જીવનમાં વિજ્ઞાનની ભૂમિકા અને ખગોળીય ઘટનાઓના રહસ્યોને સમજી શકશે.
ભારતના વૈજ્ઞાનિકોને પણ કામ આવશે -
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેન્દ્રની સ્થાપના માટે 7.40 કરોડ રૂપિયાના નાણાકીય પ્રસ્તાવને મંજૂરી આપી છે. વિજ્ઞાનના મુશ્કેલ સિદ્ધાંતોને સરળતાથી સમજાવવા માટે કેન્દ્રમાં ફન સાયન્સ અને થીમેટિક ગેલેરી બનાવવામાં આવશે. આઉટડૉર અને ઇન્ડૉર મૉડલની સ્થાપના કરવામાં આવશે. જેમાં ભારતના વૈજ્ઞાનિકો વિશે માહિતી મળશે. અહીં 80 થી 85 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ડીજીટલ પ્લેનેટૉરીયમ બનાવવામાં આવશે. જેમાં વિવિધ અવકાશી ગ્રહોની માહિતી આપવામાં આવશે.
ખગોળીય ઘટનાઓ અને વિજ્ઞાનને સમજવા માટે 3-ડી શૉ -
વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે. એક ઓડિટૉરિયમ પણ બનાવવામાં આવશે, જેમાં 3D શૉ હશે. કેન્દ્રની સ્થાપના સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગતના નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યૂઝિયમના ટેકનિકલ સહયોગથી કરવામાં આવી રહી છે. સ્થાપના સંદર્ભે રાજ્ય સરકારે માર્ચ, 2023 માં કાઉન્સિલને 12.67 કરોડ ટ્રાન્સફર કર્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે વર્ષ 2023-24ના બજેટમાં રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્દ્રની સ્થાપનાની જાહેરાત કરી હતી. તે જ અંતર્ગત રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. સેન્ટર અને ડિજિટલ પ્લેનેટૉરિયમની સ્થાપના કરવામાં આવશે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
-