રાજસ્થાન (Rajasthan)સરકારે કોરોના વાયરસ સંક્રમણથી સાજા થઈ રહેલા દર્દીઓમાં સામે આવી રહેલ મ્યુકરમાઇકોસિસ (Black Fungus) રોગને બુધવારે મહામારી જાહેર કરી છે. રાજ્યના ચિકિત્સા તથા સ્વાસ્થ્ય વિભાગે આ વિશે નોટિફિકેશન જાહેર કર્યું છે.
મુખ્ય સચિવ સ્વાસ્થ્ય અખિલ અરોરા દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન પ્રમાણે કોરોના વાયરસના પ્રભાવને કારણે મ્યુકરમાઇકોસિસ (Black Fungus)ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો, બ્લેક ફંગસના કોરોના વાયરસ સંક્રમણના દુષ્પ્રભાવના રૂપમાં સામે આવવા, કોવિડ-19 તથા બ્લેક ફંગસની એકસાથે સારી સારવારને ધ્યાનમાં રાખી આ પગલું ભરવામાં આવ્યું છે.
રાજસ્થાન મહામારી અધિનિયમ 2020 ની ધારા 3 ની સહપઠિત ધારા 4 ના અંતર્ગત મ્યુકરમાઇકોસીસ (Black Fungus)ને રાજ્યમાં રોગચાળા અને સૂચક રોગોમાં સૂચિત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ગેહલોતે વ્યક્ત કરી હતી ચિંતા
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે થોડા દિવસ પહેલા રાજસ્થાન સહિત દેશના વિવિધ રાજ્યોમાં કોરોના સંક્રમણથી સાજા થઈ ચુકેલા દર્દીઓમાં મ્યુકરમાઇકોસિસ બીમારી સામે આવવા પર ચિંતા વ્યક્ત કરી હતી.
નિષ્ણાંતો અનુસાર આ બીમારી કોરોના વાયરસથી સાજા થયેલા ડાયાબિટિસના દર્દીઓમાં વધુ થઈ રહી છે. આ બીમારીમાં પીડિતની આંખની રોશની જવાની સાથે જડબાને કાઢવાની નોબત આવી રહી છે.
રાજસ્થાનમાં આશરે 100 દર્દીઓ બ્લેક ફંગસથી પ્રભાવિત છે. તેની સારવાર માટે સવાઈ માનસિંહ હોસ્પિટલ જયપુરમાં અલગથી વોર્ડ બનાવવામાં આવ્યો છે, જ્યાં પ્રોટોકોલ અનુસાર સારવાર થઈ રહી છે.
શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ?
બ્લેક ફંગસ એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે. બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. આ ફંગસના કારણે મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાકડાં પણ ઓગળી જાય છે. જો સમય રહેતા આનો ઇલાજ ના મળે તો દર્દીનુ મોત પણ થઇ શકે છે.