જયપુરઃ રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહે મુખ્યમંત્રી અશોક ગેહલોતની સલાહ પર શપથ લઇ ચૂકેલા મંત્રીઓને વિભાગની ફાળવણી કરી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે ગૃહ, નાણા સહિત મહત્વપૂર્ણ કુલ નવ વિભાગ પોતાની પાસે રાખ્યા છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને પીડબલ્યૂડી અને ગ્રામીણ વિકાસ સહિત કુલ પાંચ વિભાગ સોંપવામાં આવ્યા છે.


ત્યારબાદ કેબિનેટ મંત્રી પ્રમોદ જૈન ભાયાને ખાણ, પરસાદીલાલ મીણાને ઉદ્યોગ, લાલચંદ કટારિયાને કૃષિ, માસ્ટર ભંવરલાલને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય સોંપવામાં આવ્યા છે. તમામ રાજ્ય મંત્રીઓને એક-બે વિભાગનો સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો છે. વરિષ્ઠ મંત્રી બીડી કલ્લાને ઉર્જા, શાંતિ ધારીવાલને યુડીએચ, રઘુ શર્માને તબીબ, પ્રતાપસિંહ ખાચરિયાવાસને પરિવહન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યમંત્રીઓમાં ગોવિંદ સિંહ ડોટાસરાને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ (સ્વતંત્ર હવાલો) ,એકમાત્ર મહિલા મંત્રી મમતા ભૂપેશને મહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર હવાલો)