નવી દિલ્હીઃ રાજસ્થાન પોલીસ અધિકારી અને મહિલા કૉન્સ્ટેબલનો અશ્લીલ હરકતો કરતો વીડિયો સામે આવ્યો છે, જે બાદ પોલીસ ડિપાર્ટમેન્ટ એક્શનમા આવી ગયુ છે. બાદમાં રાજસ્થાન પોલીસ સેવા (આરપીએસ)ના એક અધિકારી અને એક મહિલા કૉન્સ્ટેબલને બુધવારે કથિત રીતે નૈતિક દુરાચારના મામલામાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ જાણકારી અધિકારીએ આપી છે.
અધિકારીએ જણાવ્યુ કે, રાજસ્થાન પોલીસના સર્કલ ઓફિસર અને મહિલા કૉન્સ્ટેબલને સ્વીમિંગ પૂલમાં નહતા સમયે બાળકની સામે અશ્લીલ હરકતો કરી હતી, જેનો વીડિયો હવે સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખી શકાય છે કે અજમેર જિલ્લાના વ્યાબરમાં તૈનાત સર્કલ ઓફિસર હીરાલાલ સૈની એક મહિલા કૉન્સ્ટેબલની સાથે સ્વીમિંગ પૂલમાં નહાઇ રહ્યાં છે, અને સાથે સાથે બન્ને મજા કરતાં કરતાં અશ્લીલ હરકતો કરી રહ્યાં છે. શરમજનક વાત તો એ છે કે તે સમયે મહિલા કૉન્સ્ટેબલનો 6 વર્ષનો દીકરો પણ સ્વીમિંગ પૂલમાં હતો, અને તેની સામે જ બન્ને અશ્લીલ હરકતો કરી રહ્યાં હતા.
મહિલા કૉન્સ્ટેબલના પતિએ કરી ફરિયાદ -
મહિલા કૉન્સ્ટેબલના પતિને જ્યારે વીડિયો મળ્યો તો તે ચોંકી ગયો, તેને વીડિયો પોતાની પત્ની અને અધિકારીની અશ્લીલ હરકતો જોઇ તો તે તાત્કાલિક ફરિયાદ લઇને ડીજીપી એમએલ લાઠરની પાસે પહોંચી ગયો. કેસને ધ્યાનમાં લીધા બાદ ડીજીપીએ બન્નેને કથિત રીતે નૈતિક દુરાચારના મામલામાં સસ્પેન્ડ કરી દીધા છે અને તપાસનો આદેશ આપી દીધો છે.
પોલીસ અધિકારી અને મહિલા કૉન્સ્ટેબલે સાથે બનાવ્યો હતો વીડિયો -
સૌથી દિલચસ્પ વાત તો એ છે કે, 13 જુલાઇ 2021એ મહિલા કૉન્સ્ટેબલે સ્વીમિંગ પૂલની તસવીરો પોતાના સ્ટેટસમાં લગાવી હતી, મહિલાનો 6 વર્ષનો દીકરો પણ વીડિયોમાં દેખાઇ રહ્યો હતો. સર્કલ ઓફિસર અને મહિલા કૉન્સ્ટેબલ બન્નેએ સાથે મળીને જ આ વીડિયો બનાવ્યો છે.