India Coronavirus Update: ભારતમાં પાછલા બે-ત્રણ દિવસથી કોરોનાના 40 હજારથી ઓછા કેસ નોંધાતા હતા. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 42,263 નવા કેસ નોંધાયા છે અને 338 લોકોના મોત થયા છે. જ્યારે 40,567 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. બુધવારે 37,875 નવા કેસ નોંધાયા હતા અને 369 લોકોના મોત થયા હતા. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 30,196 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 181 લોકોના કોરોનાથી મોત થયા છે અને 27,579 લોકો કોરોના મુક્ત થયા છે. કેરળમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,39,480 છે. જ્યારે કુલ 40,21,456 લોકો કોરોનાથી ઠીક થયા છે. કુલ મૃત્યુ આંક 22,001 છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 31 લાખ 39 હજાર 981
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 23 લાખ 4 હજાર 618
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 93 હજાર 614
- કુલ મોતઃ 4 લાખ 41 હજાર 749
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 71,65,91,428 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 86,51,701 લોકોને રસી અપાઈ હતી.