બાડમેરઃ રાજસ્થાનના રાજકારણમાં ફરીથી ભૂકંપ આવી શકે છે. સમદડીથી ભાજપની પૂર્વ પ્રધાન પિંકી ચૌધરી ફરી એક વખત ચર્ચામાં આવી છે. બીજેપીની પૂર્વ પ્રધાન પિંકી ચૌધરી મંગળવારે રાતે બાડમેર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોતાની જાતને ખતરો હોવાનું જણાવ્યું હતું. પિંકી થોડા મહિનાથી તેના પતિને છોડીને આ યુવક સાથે રહેતી હતી અને તેની સામે જ ફરિયાદ નોંધાવી હતી.


મળતી માહિતી પ્રમાણે, પિંકીએ પોલીસ સ્ટેશન પહોંચીને ન્યાયની માંગ કરી હતી. તેણે મહિનાઓથી જે વ્યક્તિ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી તેની સામે જ કેસ નોંધાયો હતો. પૂર્વ પ્રધાને મહિલા પોલીસ સ્ટેશનમાં કહ્યું કે, મારી અને મારા સાસસિયાના જીવ પર ખતરો છે. પીડિતાએ કહ્યું, રજકીય દબાણના કાણે ડરાવી-ધમકાવી મને 4 દિવસ જયપુરમાં રાખવામાં આવી હતી. બાદમાં પરિવારને જાનથી મારવાની ધમકી આપી હતી. જ્યારે પીડિતા પર દબાણ કરતાં લોકો અંગે જાણવાની કોશિશ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું- નામ જણાવીશ તો જાનથી મારી નાંખશે.



પિંકી ચૌધરી થોડા મહિના પહેલા પતિનો સાથ છોડીને અશોક નામના યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી.   પોલીસ અધિક્ષખ આનંદ શર્માએ મામલાની ગંભીરતાને જોતાં મહિલા પોલીસ સ્ટેશનમાં મામલો નોંધવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત તેને સુરક્ષા પણ પૂરી પાડવા કહ્યું હતું.



પીડિતાના કહેવા મુજબ, તેની તથા તેના પરિવાર પર જીવનો ખતરો છે. પોલીસ આરોપીઓની જલદી ધરપકડ કરે. અશોક 2 મહિનાથી સતત દબાણ બનાવીને મારપીટ કરતો હતો. પિંકીએ સસરા સામે કાર્યવાહી કરવાની વાત કહી હતી પરંતુ હવે તે પતિ સાથે જ રહેવા માંગે છે. પોલીસ હાલ તમામ બાબતોની તપાસ કરી રહી છે.



ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2020માં સમદડીની પૂર્વ પ્રધાન પિંકી ચૌધરી લાપતા થઈ હતી. પિતાએ તે ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેણે પતિ તથા સસરા પર ત્રાસ ગુજારતા હોવાનો આરોપ લગાવ્યો હતો. પાંચ દિવસ બાદ તે કથિત પ્રેમી અશોકના  ઘરેથી મળી હતી અને પતિને છોડી અશોક સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.