નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે અનેક શહેરોમાં સપાટો બોલાવ્યો છે, કેટલાક શહેરોમાં મોટી કાર્યવાહી કરતા હવાલા વેપારીઓ અને નકલી બિલ બનાવનારાઓ પર દરોડા પાડીને 62 કરોડ રૂપિયાની કેશ જપ્ત કરી છે.


સુ્ત્રો અનુસાર, બુધવારે આ જાણકારી આપી, તેમને આરોપ લગાવ્યો કે આ બિનહિસાબી ધન છે, અને આને સંજય જૈન નામથી ઓળખાતા એક વ્યક્તિ સાથે સંબંધિત જુદાજુદા પરિસરોમાંથી જપ્ત કરવામાં આવ્યુ છે.

આવકવેરા વિભાગે સોમવારે દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 42 પરિસરોમાં દરોડા પાડ્યા હતા, જેમાં આ રકમ જપ્ત કરવામાં આવી. આવકવેરા વિભાગે કહ્યું કે આ દરમિયાન હવાલા રેકેટ દ્વારા કથિત રીતે લગભગ 500 કરોડ રૂપિયાની ગેરકાયદેસર લેવડદેવડના સંકેત મળ્યા.

તેમને કહ્યું કે જે પરિસરોમા દરોડા પાડવામાં આવ્યા, ત્યાં લાકડાના કબાટ અને ફર્નિચરોમાં 2000 રૂપિયા અને 500ની નોટો સંતાડીને રાખવામાં આવી હતી, આ પહેલા સીબીડીટીએ મંગળવારે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતુ કે, 2.37 કરોડ રૂપિયાની રોકડ અને 2.89 કરોડ રૂપિયાના દાગીનાની સાથે જ 17 બેન્ક લૉકરોની જાણકારી મળી છે, જેની તપાસ કરવાની હજુ બાકી છે.