જયપુરઃ રાજસ્થાનમાં 9 મહિના પહેલા થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને હાલના મુખ્યમંત્રી અશોક ગેહલોત તથા રાજ્યમાં પાર્ટીમાં યુવા ચહેરા અને હાલના ડેપ્યુટી સીએમ સચિન પાયલટ વચ્ચે શરૂ થયેલો ટકરાવ અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવારે પૂર્વ પીએમ સ્વ. રાજીવ ગાંધીની 75મી જયંતીના મોકા પર કોંગ્રેસ હેડ કવાર્ટર પર આયોજિત કાર્યક્રમમાં પાયલટે ગેહલોતને ખૂબ ટોણા માર્યા હતા. ગેહલોતે તેમના સંબોધનમાં ખુદને વરિષ્ઠ અને રાજીવ ગાંધીની નજીક ગણાવવાનો પ્રયાસ કર્યો હતો.

અશોક ગેહલોતે કહ્યું કે જયારે રાજસ્થાનમાં દુકાળ  પડ્યો હતો, તો રાજીવ ગાંધીએ અમારી વાતને માન આપીને તાત્કાલિક મદદ કરી હતી. બાદમાં નાયબ સીએમ સચિન પાયલટનો વારો આવ્યો તો તેમણે કહ્યું કે મુખ્યમંત્રીજી જે રીતે રાજીવ ગાંધીએ તમારી વાત માની હતી, તે રીતે તમે પણ ધારાસભ્યોની વાત માનો.

રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરી પાયલટે ઈશારા-ઈશારામાં કહ્યું, આપણે પક્ષમાં દલાલોને દૂર ખવા જોઈએ. પાયલટે કહ્યું કે, મુંબઈના કોંગ્રેસ અધિવેશનમાં રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, અમારી પાર્ટીમાં જે પણ દલાલ છે તેમણે બહાર નીકળવું પડશે.

રાજસ્થાન કોંગ્રેસમાં પણ બે ગ્રુપ છે. એક ગ્રુપ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટના સમર્થનમાં છે. બીજું ગ્રુપ અશોક ગહલોતના સમર્થનમાં છે.

રિષભ પંત બાદ હવે હાર્દિક પંડ્યા પણ બન્યો બેબીસીટર, જુઓ વીડિયો

એશિઝ 2019: ત્રીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા પહેલા ઓસ્ટ્રેલિયાનો લાગ્યો મોટો ફટકો, સ્ટીવ સ્મિથ થયો બહાર

નીતિન પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને શું આપી ખુલ્લી ચીમકી, જાણો વિગત