મનકેશ્વરે જણાવ્યું, તેમની સારવાર ચાલી રહી છે. ચક્કર આવવાની ફરિયાદ બાદ રાવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વરવરા રાવના સ્વાસ્થ્યને લઈને પ્રથમ સચૂના આ મહીનાની શરૂઆતમાં એ સમયે આવી હતી, જ્યારે વકીલ સુજૈન અબ્રાહમે પોતાના પતિ અને મામલામાં આરોપી વર્નોન ગોંસાલ્વિસ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વર્નોને મને જણાવ્યું હતું કે તેમને વરવરા રાવની દેખરેખ માટે તેમની સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાવની તબીયત સતત બગડતી જાય છે અને એક સહ-આરોપીને જેલ હોસ્પિટલમાં તેમની દેખરેખ માટે રાખવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર ભીમા કોરેગાંવ-અલગાર પરિષદ મામલામાં કથિક ભૂમિકા માટે રાવને જૂન 2018ના ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ જેલમાં બંધ છે. તેમને અન્ય એક આરોપી સાથે પુણેની યરવડા જેલમાંથી તલોજા જેલમાં લાવવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે મુંબઈની જેલમાં આશરે 500 લોકો કોરોના સંક્રમિત છે જ્યારે ચારના મોત થઈ ગયા છે. રાવને સ્વાસ્થા આધાર પર જામીન આપવાની તેમની અરજી બોમ્બે હાઈકોર્ટ પાસે પેન્ડિંગ પડી છે.