નવી દિલ્હી : રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે ઈઝરાયલના પોતાના સમકક્ષ લેફ્ટિનેન્ટ જનરલ બેન્જામિન ગેન્ટ્ઝ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ભારતના સરહદ વિવાદના મુદ્દા પર પણ ચર્ચા થઈ. સરકારી સૂત્રોએ આ અંગે જાણકારી આપી હતી.


સૂત્રોએ જણાવ્યું કે, વાતચીતમાં ડિફેન્સ ખરીદીના કાર્યક્રમને ઝડપથી આગળ વધારવા પર જોર આપવામાં આવ્યો સાથે બન્ને દેશો વચ્ચે રક્ષા અને સુરક્ષાના સંબંધોને વધુ મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, રાજનાથ સિંહે ગેન્ટ્ઝને ડિફેન્સ નિર્માણ ક્ષેત્રમાં ભારત તરફથી શરૂ કરવામાં આવેલા મોટા સુધારા વિશે જાણકારી આપી અને હથિયારો તથા સૈન્ય ઉપકરણોના ડેવલપમાં ભારતની કંપનીઓ સાથે મળીને વ્યાપક ભાગીદારીનું પણ આહવાન કર્યું. ભારત અને ચીન વચ્ચેના સીમા વિવાદનો પણ મુદ્દો ઉઠ્યો હતો.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટી કરીને કહ્યું, “ઈઝરાયલના રક્ષામંત્રી બેની ગેન્ટઝ સાથે ટેલીફોન પર વાતચીત થઈ અને બન્ને દેશો વચ્ચે રક્ષા સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. અમે એ સ્થિતિ પર પણ ચર્ચા કરી અને કેવી રીતે પરસ્પર સહયોગથી આ ખતરા સામે લડી શકીએ ? ”