Rajasthan New CM: રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી વિધાનસભાએ ભજન લાલ શર્માની પસંદગી કરી છે. શર્મા બ્રાહ્મણ ચહેરો છે.


આ નામ પસંદ કરતા પહેલા ભાજપમાં લાંબું મનોમંથન કર્યુ હતું. પાર્ટી સામે સૌથી મોટો પડકાર વસુંધરા રાજેને મનાવવાનો હતો. આ માટે રાજનાથ સિંહને નિરીક્ષક બનાવવામાં આવ્યા હતા. તેમની સાથે વિનોદ તાવડે અને સરોજ પાંડેને સહ-નિરીક્ષક બનાવવામાં આવ્યા હતા. ત્રણેય નેતાઓ આજે આજે જયપુર પહોંચ્યા હતા. તેઓ આવતાની સાથે જ રાજનાથ સિંહે હોટલ લલિતમાં વસુંધરા રાજે સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ અડધો કલાક ચાલી હતી. બેઠક બાદ વસુંધરા રાજે અને રાજનાથ સિંહ પાર્ટી ઓફિસ માટે રવાના થયા હતા. આ દરમિયાન વસુંધરા હસતી હતી.


ધારાસભ્ય દળની બેઠક પહેલા પાર્ટી કાર્યાલયમાં ફોટો સેશન થયું. અહીં વસુંધરા રાજે રાજનાથ સિંહ અને પ્રહલાદ જોશીની બાજુમાં આગળની હરોળમાં બેઠાં હતાં. આ પછી ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ.




વસુંધરાનું શક્તિ પ્રદર્શન


રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે જ વસુંધરા રાજેએ મુખ્યમંત્રી પદ માટે પ્રયાસ શરૂ કરી દીધા હતા. તેમણે 4 અને 5 ડિસેમ્બરે તેમની છાવણીના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેને તેમના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવતું હતું.આ પછી 7 ડિસેમ્બરે વસુંધરા રાજે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેના હાથમાં ફાઈલો હતી. સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે વસુંધરાએ તેમના પર લાગેલા આરોપોને ફગાવી દીધા. સૂત્રોએ જણાવ્યું કે વસુંધરાએ તમામ સીટો પર જીત અને હારનો હિસાબ પણ આપ્યો હતો. તેમણે મુખ્યમંત્રી પદનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દીધો હતો.


વસુંધરા ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. આ પછી બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલી વસુંધરા રાજે જયપુર પરત ફર્યા. અહીં તેમણે રવિવારે અનેક ધારાસભ્યો સાથે બેઠક પણ કરી હતી.


આ લોકો પણ હતા સીએમ રેસમાં


આ બધાની વચ્ચે ભાજપે પરિણામના 9 દિવસ બાદ સીએમના નામની જાહેરાત કરી છે. વસુંધરા રાજેની સાથે અર્જુન રામ મેઘવાલ, ગજેન્દ્ર સિંહ શેખાવત અને અશ્વિની વૈષ્ણવનું નામ પણ રેસમાં સામે આવ્યું હતું.